બ્રિટનના પીએમ ગુજરાતમાં બુલડોઝર પર ચડી ગયા અને પછી તો…

આજકાલ ગુજરાતમાં 2-2 દેશોના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને ગુજરાતની રોનકમાં વધારો થઇ ગયો હતો. બ્રિટનના વડાપ્રધાન  બોરિસ જોન્સન (British Prime Minister Boris Johnson) ગુરુવારે ગુજરાત (Gujarat) આવ્યા હતા અને ગુરુવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સાથે જેસીબી પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન જેસીબી (British Prime Minister Boris Johnson GCB) પર ચડતા તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છે અને ટ્વિટર પર હોબાળો મચી ગયો છે. યુઝર્સ એક પછી એક કોમેન્ટ કરી રહ્યા છે.

બોરીસ જોનસન (British Prime Minister Boris Johnson) પંચમહાલના હાલોલ જીઆઈડીસીમાં જેસીબી ફેક્ટરી (Boris Johnson GCB factory) ની મુલાકાતે હતા. બોરિસને બુલડોઝર એટલું ગમ્યું કે તે પોતે તેની સવારી કરવા દોડી ગયા,જેનું ઉદ્ઘાટન બ્રિટિશ પીએમ બોરીસ જોન્સન, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને જેસીબી ગ્રુપના ચેરમેન લોર્ડ બોમફોર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. 650 કરોડના રોકાણથી હાલોલ ખાતે કંપની ઉભી કરવામાં આવી છે.જે આગામી દિવસોમાં એક હજારથી વધુ લોકોને રોજગાર આપશે.

બુલડોઝરની જેસીબી ફેક્ટરી જવા માટે બ્રિટિશ પીએમ માટે અમદાવાદથી ભારતીય વાયુ સેનાના ચિનુક હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ભારતમાં દિવસે ને દિવસે હવે ભારતમાં JCBની જોરદાર માંગ, બ્રિટિશ PMએ કંપનીના છઠ્ઠા પ્લાન્ટનું ગુજરાતમાં કર્યુ ઉદ્ઘાટ. આ સાથેજ અહીના લોકોને રોજગારી પણ મળી રહેશે અને અહિયાથી આખા દેશમાં બુલડોઝર સપ્લાય થશે.

બુલડોઝર એટલે કે, JCB એક્સાવેટર્સ લિમિટેડ (Joseph Cyril Bamford Excavators Ltd) એ બ્રિટીશ કંપની છે જેનું મુખ્ય મથક રોચેસ્ટર સ્ટાફોર્ડશાયરમાં આવેલું છે. આ કંપની ભારે સાધનોના ઉત્પાદન માટે જાણીતી છે. આ કંપનીના માલિક અને સ્થાપક બ્રિટિશ અબજોપતિ જોસેફ સાયરિલ બમ્ફોર્ડ હતા. જોસેફનું 2001માં અવસાન થયું હતું. તેમના નામ પરથી કંપનીનું નામ JCB રાખવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *