હવે તો હદ થઈ! સાબરકાંઠામાં એક શખ્સે ‘પાડી’ સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય- બેજુબાન પશુનુ તડપી તડપી મોત

સમગ્ર રાજ્યમાં જયારે મહિલાઓ સાથે થઈ રહેલ અત્યાચારને લઈ કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં એક એવી ઘટના સામે આવી છે કે, જેને જાણીને આપ દંગ રહી જશો. માનવી હવે વિકૃતિની હદ વટાવી રહ્યો છે. આ વિકૃતિમાં તે પ્રાણીઓને પણ સામેલ કરી રહ્યો છે ત્યારે હચમચાવી દે એવી એક ઘટના સાંબરકાંઠામાંથી સામે આવી છે.

સાબરકાંઠામાં એક શખ્સે પશુની સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય આચર્યું છે. એક શખ્સ એટલી હદે હેવાન બની ગયો હતો કે, તેણે રાત્રિ દરમિયાન કૂવા નજીકમાં પશુના પગ બાંધીને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હતું. આ ઘટના બન્યા પછી પશુનુ મોત થઈ ગયું હતું.

જેને લીધે ખેડૂતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. ઈડરમાં આવેલ બરવાવમાંથી આ ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. બરવાવના એક ખેડૂતના ખેતરે તબેલામાં 6 ગાય, 3 ભેંસ તેમજ એક પાડી હતી. સવારમાં ખેડૂતે જોયુ તો તબેલા પર પહોચેલ ખેતર માલિકે જોતા પાડી મૃત હાલતમાં મળી આવી હતી.

તબેલાની બહારના કૂવા નજીક મૃત હાલતમાં મળી આવેલ પાડીને જોઈ ખેડૂત ચોંકી ઉઠ્યો હતો. આની ઉપરાંત તબેલા નજીક એક શખ્સના કપડા પણ મળી આવ્યા હતા. આની સાથે જ ઓરડીને તાળુ મારેલુ હતું. ખેડૂતે તપાસ કરતા જાણ્યું કે, પાડી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું.

આ અંગે ખેડૂતે ઈડર પોલીસને જાણ કરવામાં આવી હતી કે, જેમાં પોલીસ પણ આ ફરિયાદ જાણીને દંગ રહી ગઈ હતી. પોલીસ દ્વારા આકરી તપાસ કર્યા પછી પશુ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર શખ્સને પકડી પાડવામાં આવ્યો હતો. એકસાથે 5 બાળકોના પિતાએ નશાની હાલતમાં પાડી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *