આપઘાતની ઘટનાઓ સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે વધતી જોવા મળી રહી છે. નાની ઉંમરના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓના સુસાઇડના કિસ્સામાં છેલ્લા ઘણા સમયથી સતત વધારો થઇ રહ્યો છે. વિદ્યાર્થીઓ જીવનમાં આવતી મુશ્કેલી સામે લડવાને બદલે જીવન ટુંકાવી લેવાનું વધુ પસંદ કરે છે. હાલ એક એવી જ ઘટના સામે આવી છે.
આ ઘટના B.Techની એક વિદ્યાર્થીની છે. બુદેલખંડ યુનિવર્સિટીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી B.Tech ની વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના ઝાંસીથી સામે આવી છે. આ વિદ્યાર્થીનીનું નામ સૃષ્ટિ રાય હતું.
મળેલી માહિતી અનુસાર સૃષ્ટિ યુનિવર્સિટી કેમ્પસની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી. 13 જાન્યુઆરીના રોજ પાંચમા સેમિસ્ટરની પરીક્ષા શરૂ થઈ હતી. સૃષ્ટિ 12 જાન્યુઆરીના રોજ મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજમાં તેને મનોચિકિત્સક પાસે તપાસ કરાવીને દવા લીધી હતી.
સૃષ્ટિના ભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, પરીક્ષાના કારણે સૃષ્ટિ ખુબજ ડિપ્રેશનમાં રહેતી હતી. સૃષ્ટિ તેના અભ્યાસને લઈને થોડી વધારે ગંભીર હતી. પરીક્ષામાં 100 માંથી 100 માર્ક્સ મેળવવાની સૃષ્ટિ કોશિશ કરી રહી હતી. સૃષ્ટિને ઓછા માર્ક્સ આવે તે ગમતું ન હતું.
ધોરણ 10 અને 12 માં સૃષ્ટિને 98% મેળવ્યા છે. સૃષ્ટિના પપ્પા બિહાર પોલીસમાં વરિષ્ઠ નિરીક્ષકના પદ પરથી નિવૃત્ત થયા છે. સૃષ્ટિ ચાર ભાઈ બહેનોમાં સૌથી નાની હતી. સૃષ્ટિ ના પિતાની નિવૃત્તિ બાદ પરિવાર સાથે ગોરખપુરમાં આવી ગયા હતા. પોલસના કહ્યા અનુસાર બુધવારે સાંજે લગભગ 11:30 આસપાસ સૃષ્ટિએ તેની માતા સાથે વાત કરી હતી અને ત્યારે તે ભણવાની વાતને લઈને ડિપ્રેશનમાં હતી.
સૃષ્ટિના હોસ્ટેલના અન્ય વિદ્યાર્થી સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, બુધવારે હોસ્ટેલમાં એક સિનિયરની બર્થડે પાર્ટી ચાલી રહી હતી અને ત્યારે સૃષ્ટિએ પાર્ટીમાં જઈને કહ્યું હતું કે પાર્ટીના કારણે ભણવામાં પરેશાની થઈ રહી છે. ત્યારે પાર્ટી બંધ કરી દીધી હતી. વધુ વાત કરતા જણાવ્યું હતું કે, સૃષ્ટિ કોઈની સાથે વધારે વાત કરતી ન હતી. સૃષ્ટિ આજુ બાજુના રૂમમાં રહેતી છોકરીઓ સાથે પણ બોલતી ન હતી.
સવારે સૃષ્ટિની મમ્મીએ તેને પરીક્ષા આપવા જવા માટે જફ્વા ફોન કર્યો હતો પણ સૃષ્ટિએ ફોન ઉચક્યો ન હતો. એટલે સૃષ્ટિની મમ્મીએ વોર્ડનને ફોન કરીને સૃષ્ટિ પાસે જવાનું કહ્યું. જયારે વોર્ડન સૃષ્ટિ પાસે ગયા ત્યારે સૃષ્ટિએ રૂમનો દરવાજો ખોલ્યો ન હતો. ત્યાર બાદ વોર્ડનને સિક્યુરિટી ગાર્ડને બોલાવીને રૂમનો દરવાજો તોડ્યો હતો. અંદર જોયું તો સૃષ્ટિનો મૃતદેહ પંખા સાથે લટકતો હતો.
પેપર આપવા જાય એ પહેલા જ સૃષ્ટિએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ત્યાર બાદ ત્યાં મોજુદ લોકોએ ઘટનાની જાણ પોલીસને કરી તરતજ પોલસ ઘટના સ્થળે આવી પહોચી હતી. પોલીસને એક સુસાઇડ નોટ મળી હતી તેમાં લખ્યું હતું કે, માતા, પિતા, બહેન, ભાઈ હું તમને બધાને ખુબજ પ્રેમ કરું છું. સુસાઇડ નોટમાં સૃષ્ટિએ તેની મમ્મીને સોરી કીને માફી પણ માંગી હતી. સૃષ્ટિએ સુસાઇડ નોટમાં પોતાનો રોલ નંબર અને સેમેસ્ટર પણ લખ્યું હતું. ઘટની જન થતા પરિવારજનો દોડતા થયા છે. હાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.