વાયરલ(Viral): ખૂટીયો ગમે ત્યાં દેખાય કે તરત જ લોકો તેનાથી દુર ખસી જાય છે. કારણ કે, ખૂટીયાનો બાટલો ક્યારે ફાટી જાય કોઈ જાણતું હોતું નથી. જ્યારે ખૂટીયો હુમલો કરે છે, ત્યારે તે એટલી ખરાબ રીતે કરે છે કે માણસના હાડકાં પણ તૂટી જાય છે. ક્યારેક તો આ ખૂટીયાને કારણે માસુમ લોકોને જીવ ગુમાવવો પડે છે. આવો જ એક ખતરનાક વિડીયો હાલ વાયરલ(Viral video) થઈ રહ્યો છે. જેમાં એક વૃદ્ધ પર ખૂટીયા દ્વારા એટલો ખરાબ હુમલો કરવામાં આવ્યો કે વિડીયો જોયા પછી તમે પણ ઉડી જશો. આ વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોયા પછી તમે પણ ખૂટીયા દૂરથી જોતા જ ભાગી જશો.
View this post on Instagram
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ખૂટીયો રોડની બાજુમાં ઉભો છે, બાજુમાંથી લોકો આવી રહ્યા છે. ત્યારે સાયકલ પર એક વૃદ્ધ ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને તેઓ તેમના પર થયેલા હુમલાથી અજાણ છે. જેમાં ખૂટીયો વૃદ્ધની પાછળ પડે છે અને નજીક જઈને વૃદ્ધાને સાઈકલ સાથે ખરાબ રીતે હવામાં એવી રીતે ફેંકી દે છે કે કોઈને ખબર ન પડી શકે કે વૃદ્ધનો જીવ બચ્યો હશે કે નહીં. ખૂટીયાએ વૃદ્ધને એટલા જોરથી હવામાં ફંગોળ્યા કે, કદાચ જ થોડાક હાડકા બચી શક્યા હશે.
ઈન્સ્ટાગ્રામ પર animals_powers નામના પેજ પરથી વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વીડિયો પર અત્યાર સુધીમાં 25 હજારથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે. લોકો આ વીડિયો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકો વૃદ્ધ વ્યક્તિ વિશે ચિંતિત છે કે તેઓ જાણતા નથી કે તેમની સાથે શું થયું હશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.