અમરેલીમાં 4 સિંહનું ટોળું ઉભી પૂછડીએ ભાગ્યું, આખલો પાછળ દોડતા જે થયું તે… જુઓ આ વિડીયોમાં

અમરેલી(Amreli): જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર (Saurashtra) અને ખાસ કરીને અમરેલી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં સિંહોના આંટાફેરા એ કંઈ નવી વાત ન કહી શકાય. છાશવારે સિંહો ગામડાંમાં ઘૂસીને શિકાર કરતા હોય છે, જેના ઘણા વિડીયો (Lions video) પણ સામે આવતા રહેતા હોય છે. જોકે રાજુલા (Rajula)ના કોવાયા (Kovaya) ગામમાં બનેલ આ ઘટના કંઈક અલગ જ જોવા મળી રહી છે.

ઘટનાનો વિડીયો વાયરલ:

મળતી માહિતી અનુસાર, રાજુલાના કોવાયા ગામ પાસે આવેલા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના રોડ ઉપર મધરાતે પાંચ સિંહો શિકારની શોધમાં આવી પહોચ્યા હતા. આ સિંહોએ એક આખલાને ટાર્ગેટ પણ કર્યો હતો, પરંતુ તેઓ તેનો શિકાર કરવા નિષ્ફળ રહ્યા હતા. સિંહ આખલાનો શિકાર કરે તે પહેલાં જ આખલાએ દોટ મૂકી અને સિંહનાં ટોળાંને જીવ બચાવવા ઉભી પૂછડીએ ભાગવું પડ્યું હતું. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

એક આંખલા સામે 4 સિંહો હાંફી ગયા:

મહત્વનું છે કે, રાજુલાના કોવાયા ગામ પાસે આવેલા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના રોડ પરનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ પણે જોઇ શકાય છે કે, શિકારની શોધમાં ઘૂસેલા સિંહો દ્વારા એક આખલાને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. જોકે આખલાએ એવી બહાદુરી બતાવી હતી કે સિંહોને પણ અંતે હાંફી જવું પડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થયો છે. વાત કરવામાં આવે તો રાજુલા, ખાંભા તેમજ ગીર ના ગ્રામીણ વિસ્તારમાં દિવસે લટાર મારતા સિંહ જોવા મળતા હોઈ છે . અહીં સિહોનો શિકાર નિયમિત નહીં મળતો હોવાને લીધે તેઓ આમથી તેમ ભટકી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *