સુરત (Surat): રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટ એટેક (Heart attack)ના બનાવમાં ખુબ જ વધારો થઈ રહ્યો છે. જેને કારણે યુવાનોના મોત નીપજી રહ્યા છે. ત્યારે હવે સુરતમાં ફરી આવી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, સુરતના ખટોદરા (Khatodara) વિસ્તારમાં બાઇક પાછળ બેઠેલા 42 વર્ષના કાનજી સિંહ રાજપુરત નામના વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, આ વ્યક્તિ ત્રણ દિવસ અગાઉ જ રાજસ્થાનથી સુરત આવ્યો હતો. આ વ્યક્તિ રાજસ્થાનનો વેપારી છે જે સુરતથી કાપડ લઇને વેચી રહ્યો હતો. આ ઘટના પછી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યો છે.
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, રાજસ્થાનનો વેપારી કાનજીસિંહ રાજપુત ત્રણેક દિવસ અગાઉ જ સુરત આવ્યો હતો. તે સુરતમાંથી કાપડની ખરીદી કરીને તે કાપડ રાજસ્થાનમાં વેચતો હતો. આ કાનજીસિંહ બાઇક પર પાછળ બેઠો હતો. આ દરમિયાન અચાનક જ છાતીમાં દુખાવો શરુ થયો હતો અને તેને હાર્ટએટેક આવ્યો હતો. જોકે, આ દુર્ઘટના પછી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટનો રિપોર્ટ આવ્યા પછી જ આ વેપારીના મોતનું સાચું કારણ જાણી શકાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં ગયા અઠવાડિયે પણ એક હાર્ટ એટેકનો બનાવ સામે આવ્યો હતો. જો વાત કરવામાં આવે તો નવજાત બાળકની છઠ્ઠીનો પ્રસંગ ચાલી રહ્યો હતો. આ દરમિયાન બાળકના જન્મની ખુશીમાં તેના પિતા મસ્તીમાં નાચી રહ્યા હતા. આ દરમિયાન તેઓઅચાનક ઢળી પડ્યા હતા. જોકે પરિવારજનોએ તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જતાં ટૂંકી સારવાર ઓઅચી બાળકના પિતાનું મોત નિપજ્યું હતું અને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.