છેલ્લા ઘણા સમયથી ઠેર ઠેર જગ્યાએથી દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ થઇ રહ્યો છે. હાલમાં થાણે માંથી જ આવી એક ઘટના પ્રકાશમાં આવી છે. બે દિવસ પહેલા બુધવારે બપોરના સમયે થાણેના પચપખાડી વિસ્તારમાં એક મકાનમાં દરોડો કરી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી બે અભિનેત્રીઓ, બે મહિલા એજન્ટો અને એક પુરુષ દલાલ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન આ લોકોએ પોલીસને જણાવ્યું હતું કે જો લોકડાઉનમાં કામ મળ્યું ન હતું તો તેઓએ વેશ્યાઓનો ધંધો શરૂ કર્યો હતો.
ક્રાઇમ બ્રાંચના અધિકારીએ જણાવ્યું છે કે થાણે ક્રાઇમ બ્રાંચ યુનિટ -1 ની ટીમને મળેલી માહિતીના આધારે ક્રાઇમ બ્રાંચ યુનિટ -1 ની ટીમે દરોડો પાડી આ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ધરપકડ કરાયેલ બંને અભિનેત્રીઓ પાસે લોકડાઉન દરમિયાન કામ નહોતું. આવી સ્થિતિમાં તેમની સાથે આર્થિક સંકટ ઉભું થયું અને તેણે દેહવ્યાપાર કરવનો નિર્ણય કર્યો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે બંને અભિનેત્રીઓ મુંબઈના એક મોટા સેક્સ રેકેટ એજન્ટના સંપર્કમાં હતી. પરંતુ વેશ્યાવૃત્તિના ધંધા માટે તેણે થાણે શહેર પસંદ કર્યું કારણ કે, તેઓને અહિયાંની પોલીસનો કોઈ ડર નહોતો જેટલો બીજા શહેરોની પોલીસથી લાગે છે. પરંતુ તેમ છતાં અહિયાંની પોલીસે દરોડા પાડી તેનો પ્લાન ચોપાટ કર્યો હતો. અહીયાના દલાલો એક રાતના ગ્રાહકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવતા હતા.
આ બંને અભિનેત્રીઓ થોડા સમય માટે જ અહિયાં આવી હતી અને તેની જાણ પોલીસને થતા તાત્કાલિક બાતમીના આધારે પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. ક્રાઇમ બ્રાંચ યુનિટ -1 ની ટીમે આ કૂટણખાનાનો પર્દાફાશ કર્યો હતો. દરોડા દરમિયાન પોલીસે બે અભિનેત્રીઓ, બે મહિલા એજન્ટો અને એક દલાલ વ્યક્તિ સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને ક્રાઈમ બ્રાંચ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ જણાવતા કહે છે કે, આ એક હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટ હતું, તેની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. પકડાયેલા લોકોની પૂછપરછ કર્યા બાદ પોલીસ હવે તેની સાથે જોડાયેલા વધુ લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ધરપકડ બાદ બંને અભિનેત્રીઓએ પોલીસને જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન તેમની પાસે કોઈ કામ નહોતું. અને તેમને પૈસાની ખાસ જરૂર હતી. ઘણી જગ્યાએ મદદ માંગવા છતાં કોઈ મદદ ન મળતા બંને અભિનેત્રીઓએ દેહવ્યાપારનો ધંધો શરુ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.