હાલમાં ગુજરાતને કહેવાતી દારૂબંધી બાબતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી મોટી મોટી વાતો કરી રહ્યા છે કે ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ ગુજરાતના બુટલેગરો વિજય રૂપાણીને સતત ખોટા પાડી રહ્યા હોય તેવો વધુ એક બનાવ સુરતના જોળવા ગામે બન્યો છે. ઘટના ગઈકાલે રાતની છે જેમાં બુટલેગરે પોતાનો દારૂ પકડાવવા માટે જવાબદાર વ્યક્તિઓ ની શંકા રાખીને આડેધડ ગોળીબાર કર્યો હતો. સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર બુટલેગરે પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક વિદ્યાર્થી અને બે વ્યક્તિઓને ગોળીઓ વાગી હતી.
જોળવા ગામે બનેલી આ ઘટનામાં ઇજાગ્રસ્ત એક વિદ્યાર્થીનું મોત થઈ ગયું છે અને અન્ય બે વ્યક્તિઓને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જ્યાં પીડિત યુવકો ના સગા વ્હાલા અને મિત્રો બૂટલેગરો પર આરોપ લગાવી રહ્યા હતા કે અમારે બુટલેગરના દારૂ પકડાવાની ઘટના સાથે કોઈ લેવા દેવા નથી તેમ છતાં અમારા પર હુમલો થયો. ગોળીબારમાં મૃત્યુ પામનાર વિદ્યાર્થી કોલેજના બીજા વર્ષનો વિદ્યાર્થી હતો. બુટલેગરે મૃત્યુ પામનાર અને ઈજાગ્રસ્તોને રસ્તા વચ્ચે ઊભા રાખીને ગોળીઓ ચલાવી હોવાનો દાવો પીડિત પરિવાર કરી રહ્યો છે.
આ ઘટના બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી હજુ પણ બીજા રાજ્યોની વાતો કરશે કે પછી પોતાના જ ગૃહ રાજ્ય ની ચિંતા કરશે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી પર સતત આરોપો થઈ રહ્યા છે કે તેઓ એક પણ નિર્ણય દિલ્હી દરબાર ની સૂચના વગર જાતે લઈ શકતા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.