હાલમાં ગુજરાતમાં એક જ મુદ્દો ચાલી રહ્યો છે. નરેશ પટેલ (Naresh Patel) કયા પક્ષમાં જશે? તે વચ્ચે હવે એક નવો વિવાદ જ ઉભો થયો છે. ગઈ કાલે સાંજે એક ખાનગી ચેનલની ટીવી ડીબેટમાં ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે એ ભાંગરો વાટયો હતો. ગુજરાતની ખાનગી ન્યૂઝ ચેનલની ડિબેટમાં યજ્ઞેશ દવે (Yagnesh Dave BJP) અને પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા (Alpesh Kathiriya) વચ્ચે વાતચીત થઈ રહી હતી. અને વિવાદ ઉભો થયો છે.
આ ડીબેટ દરમિયાન ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે એ જાતિવિષયક વાતચીત કરતા અલ્પેશ કથિરિયાએ કહ્યું હતું કે, રાજકારણની વાત માં સમાજને વચ્ચે ન લાવો. અલ્પેશના આવું કહેતાંની સાથે યજ્ઞેશ દવે પોતાનું વાણી સંતુલન ગુમાવી બેઠા અને અલ્પેશ કથીરિયા ને ન કહેવાનું કહી દીધું હતું. આટલે થી ન અટકતા યજ્ઞેશ દવેએ આંદોલનકારી નેતા અલ્પેશ કથીરિયાને ગાંધીનગર આવો ઔકાત બતાવી દઉં એમ કહેતા મામલો બીચકયો હતો.
આ વિવાદ હજી ઠરે નહીં તે પહેલાં જ યગ્નેશ દવે એક ટ્વિટ કરી અને લખ્યું હતું કે “ડફેર ની પુછડી જાલીને તૈયાર થયેલું અને નાતમાં કોઈ પૂછે નહીં એ પોતાની જાતને સમાજનો ભા માનતું આંદોલનકારી ગલુડિયું બીજાને ઓકાત બતાવવા નીકળ્યું છે.” આમ યજ્ઞેશ દવે એ હાર્દિક પટેલ ને ડફેર અને અલ્પેશ કથેરિયા ને ગલુડિયા સમાન જણાવ્યા. જેને લઇને પાટીદાર સમાજના યુવાનોમાં રોષ પ્રવર્તર્યો હતો. આવી અભદ્ર ભાષા વાપરીને યજ્ઞેશ દવે માત્ર પાટીદાર જ નહીં પરંતુ ભાજપના કાર્યકર્તાઓના રોષનો ભોગ પણ બન્યા.
આંદોલનકારી માથી પાટીદાર નેતા બનેલા અલ્પેશ કથીરિયા ના ચાહકો માત્ર પાટીદારોમાં જ નહીં પરંતુ ભાજપના અન્ય જ્ઞાતિના યુવાનો પણ છે. વિશ્વસનીય સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ મામલો ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સમક્ષ પહોંચ્યો હતો. યજ્ઞેશ દવેની નજીકના લોકોના જણાવ્યા મુજબ સી આર પાટીલ નો ફોન આવતા તેમનું મોઢું પડી ગયું હતું અને ‘સાહેબ ડીલીટ કરી દઉં છું’ કહીને અલ્પેશ કથીરિયાને ગલુડિયું કહીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરતાં યજ્ઞેશ દવે ડીલીટ કરી દીધું હતું.
અગાઉ ભાજપ નેતા નીતિન પટેલએ પાટીદાર નેતા હાર્દિક નેતા વિરુદ્ધ બાંયો ચડાવી હતી અને કહ્યું હતું કે હાર્દિક પટેલ ખરતો તારો છે. પરંતુ હાલમાં તેઓ નું રાજકારણ ખાડે ગયું છે. કોંગ્રેસના એક સમયના ફાયરબ્રાન્ડ નેતા જયરાજસિંહ પરમારે પણ પાટીદાર સામે બાંયો ચડાવી હતી. પરંતુ તેમને તેનું પરિણામ ભોગવવું પડયું હતું અને કોંગ્રેસ પ્રમુખની રેસમાંથી બહાર નીકળી ગયા હતા અને છેવટે ભાજપનો ખેસ પહેરી લેવો પડ્યો.
ત્યારે હવે યજ્ઞેશ દવે પોતાને બ્રાહ્મણ ગણાવીને જાતિવાદ નો મોટો ઊંચકવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે ભાજપ માં તેમનો તારલો બુલંદ થાય છે કે ખરી જાય છે તે જોવું રહ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.