સુરત માંથી બહાર જતા હોય કે બહારથી સુરત આવતા હોય તેવા વ્યક્તિઓને ફરજિયાત હોમ કોરેન્ટાઈન રહેવાનો સરકારનો નિયમ છે. પરંતુ આ નિયમ સુરતના સાંસદ અને ભાજપના કોર્પોરેટર ને લાગુ પડતો ન હોય તેવી કરતુત કરી રહ્યા છે અને શહેરીજનોને નુકસાન પહોંચાડવા ની ચેષ્ટા કરી રહ્યા છે. જે લોકો આ નિયમનો ભંગ કરે છે, તેમની સામે તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યું છે, પરંતુ આ નેતાઓને રોકનાર કોણ છે?.
નવસારીના સાંસદ સી આર પાટીલ અને લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ ને કોરોના નો ડર નથી અથવા તેમના વિસ્તારમાં રહેતા તેમના સાગરીતોને કોરોના થશે જ નહીં તેવો આત્મવિશ્વાસ હોય તેવી રીતે પોતાના કાર્યકરોને રાજ્ય બહારથી આવવું હોય તો બોલાવી લેવા ના હુકમ કરી રહ્યા છે. સાથે સાથે બહાર ફરવાની પણ છૂટછાટ અપાવી રહ્યા હોય તેવી એક ફેસબુક પોસ્ટ ભાજપના એક નેતાએ કરતા અનેક વિવાદો ઊભા થયા છે.
સુરતમાં સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અને ડુંભાલ પરવત વિસ્તારના કોર્પોરેટર વિજય ચોમાલએ પોતાના ફેસબુક પર એક પોસ્ટ મૂકી છે. જેમાં તે સી.આર.પાટીલ સાથે વિડિયો કોન્ફરન્સિંગ પર વાત કરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે સાથે સાથે મહાશય લખી રહ્યા છે કે,
“सांसदश्री CR पाटिल जी ,विधायक श्रीमति संगीतबेन पाटिल जी के साथ वीडियो कॉन्फ्रेंसिंग से मीटिंग थी उसमे मेने सांसद CR पाटील साहेब को प्रश्न किया ! कि राजस्थान गए हुए लोग जब से सूरत आयगे तो उनको क्वारंटाइन करने की परेशानी है ? तब संसादश्री ने कहा है सब को बुलावो क्वारंटाइन नही करना पड़ेगा ! उन्होंने उदाहरण दिया दिनेश जी राजपुरोहित का अभी 3 दिन सिरोही जाकर आये हैं वो अभी सूरत में खुला घूम रहा है मित्रों”
જેનો ભાવાર્થ છે કે, રાજસ્થાન ગયેલા ઘણા લોકોને સુરત આવવામાં ડર લાગી રહ્યો છે. કારણ કે અહીંયા ક્વોરેન્ટાઇન થવું પડશે. ત્યારે સાંસદ શ્રી એ કહ્યું કે તમને બોલાવી લો કોઈને ક્વોરેન્ટાઇન થવું નહીં પડે. અને સાથે સાથે સાંસદ ઉદાહરણ પણ દઈ રહ્યા છે કે પોતાના કોઈ સાગરીત દિનેશજી રાજપુરોહિત હમણાં જ ત્રણ દિવસ પહેલા sirohi(રાજસ્થાનનું શહેર) જઈને આવ્યા અને અત્યારે સુરતમાં ખુલ્લેઆમ કરી રહ્યા છે.
આ બાબતે સાંસદ સી.આર.પાટીલ નો સંપર્ક કરતા તેમની સાથે વાતચીત થઈ શકી નથી અને કોર્પોરેટરે પણ ફોન ઊંચક્યો ન હતો. નેતાઓની આવી નીતિઓને કારણે લોકો પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે નિયમો શું જનતા માટે જ હોય છે?
સુરત ભાજપના કાર્યકરોમાં પણ સી.આર.પાટીલ વિરુદ્ધ રોષનો માહોલ છે છે. કારણ કે પોતાની આવી દાદાગીરીથી શિષ્ટતા નું ઉદાહરણ ગણાતી ભારતીય જનતા પાર્ટીને ડાઘ લાગી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં પણ કોરોના ના કેસ વધતા જઈ રહ્યા છે અને ત્યાં અવર જવર કરતા વ્યક્તિને સાંસદનો આશરો છે તેવો ઘટસ્ફોટ થયો છે જે કદાચ લાખો સુરતવાસીઓને જોખમમાં મૂકી શકે છે. સાસંદ ના આવા વર્તન બાદ હવે તંત્ર અને પાર્ટી તેમની વિરુદ્ધ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news