મહિલાઓના લગ્નની ઉંમરને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય- ઉંમર 18થી વધારીને કરવામાં આવશે આટલી

મહિલાઓના લગ્નની ઉંમરને લઈને એક મોટા સમાચાર(Big news) આવી રહ્યા છે. તે જાણીતું છે કે કેન્દ્રીય કેબિનેટે દેશમાં મહિલાઓ માટે લગ્નની કાયદેસર વય(Age of marriage of women) 18થી વધારીને 21 વર્ષ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સૂત્રોએ જણાવ્યું કે બુધવારે કેબિનેટની બેઠક(Cabinet meeting)માં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે સરકાર હાલના કાયદાઓમાં સુધારા લાવશે.

જણાવી દઈએ કે, પહેલીવાર પીએમ નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી પોતાના સંબોધનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દીકરીઓને કુપોષણથી બચાવવા માટે તેમના લગ્ન યોગ્ય સમયે થાય તે જરૂરી છે. હાલમાં પુરુષો માટે લગ્નની લઘુત્તમ ઉંમર 21 અને મહિલાઓ માટે 18 વર્ષ છે. હવે તેને એક આકાર આપવા માટે સરકાર બાળ લગ્ન પ્રતિબંધ કાયદો, સ્પેશિયલ મેરેજ એક્ટ અને હિન્દુ મેરેજ એક્ટમાં સુધારા લાવશે.

નીતિ આયોગમાં જયા જેટલીની આગેવાની હેઠળની ટાસ્ક ફોર્સે તેની ભલામણ કરી હતી. વીકે પોલ પણ આ ટાસ્ક ફોર્સના સભ્ય હતા. આ ઉપરાંત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, મહિલા અને બાળ વિકાસ, ઉચ્ચ શિક્ષણ, શાળા શિક્ષણ અને સાક્ષરતા મિશન અને ન્યાય અને કાયદા મંત્રાલયના બિલ વિભાગના સચિવ ટાસ્ક ફોર્સના સભ્યો હતા.

તેની રચના ગયા વર્ષે જૂનમાં કરવામાં આવી હતી અને ગયા વર્ષે ડિસેમ્બરમાં જ તેનો અહેવાલ આપ્યો હતો. ટાસ્ક ફોર્સે કહ્યું કે પહેલા બાળકને જન્મ આપતી વખતે તેની ઉંમર 21 વર્ષ હોવી જોઈએ. લગ્નમાં વિલંબથી પરિવારો, મહિલાઓ, બાળકો અને સમાજના આર્થિક, સામાજિક અને સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *