ભારતીય જનતા પાર્ટીના કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાના ગઢમાં મોટું ગાબડું પડ્યું હોય તેવા મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી નાની ઉમરે મંત્રી જયેશ રાદડિયાના ગઢમાં આમાં આદમી પાર્ટીનું ઝાડું ફરી વળ્યું હોય તેવું લાગી રહ્યું છે.
જેતપુર નગરપાલિકાના 2 વર્તમાન અને 2 પૂર્વ કોર્પોરેટરે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. જેતપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને તેમજ હાલના કોર્પોરેટર પ્રમોદ ત્રાડા આમ આદમી પાર્ટીમાં જોડતા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.
નોંધનીય છે કે, આવનાર 2022ની વિધાનસભા ચુંટણીને લઈને આમ આદમી પાર્ટી મોટું એલાન કરી દીધું છે કે આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખશે અને ધીમે ધીમે આગળ વધીને આમ આદમી પાર્ટીને લોકપ્રિયતા મળી રહી છે. જેને કારને આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્યમાં પોતાનું સ્થાન જમાવી શકે છે.
ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતો એવા મંત્રી એવા જયેશ રાદડિયાના ગઢમાં જ ઝાડું ફરી વળ્યું હોય તેવા સંકેતો મળી રહ્યા છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ વર્તમાન કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડતા અપક્ષના ઉમેદવાર મનીષાબેન પાતોડીયાએ પણ ભાજપ સાથેનો છેડો ફાડ્યો છે.
નોંધનીય છે કે, પહેલા પણ પૂર્વ ધારાસભ્ય હારી જોગીના પુત્ર મહેન્દ્ર પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચુક્યા છે. જયારે તે અગાઉ પૂર્વ નગર સેવક દીપુ લુંણી પણ આમ આદમી પાર્ટી સાથે જોડાયા હતા. ત્યારે હવે ભારતીય જનતા યુવા મોરચાનો વિસ્તાર ગણાતો એવો જેતપુર જેમાં રાજકારણમાં મોટી ઉથલ પાથલ જોવા મળી રહી છે. કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાના ગઢમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તેમજ વર્તમાન કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.