સુરતમાં મોડાસાના સાયરામાં યુવતીના શંકાસ્પદ મોતના મામલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતભરમાં ન્યાય માટે માંગ કરવામાં આવી રહી છે. દરમિયાન ગત રાત્રે સુરતમાં સુરતમાં સમતા સૈનિક દળ અને અનુસૂચિત જાતિ ના યુવા યુવતીઓએ કેન્ડલ માર્ચ કરી પીડિતાને ન્યાય અપાવવા માર્ચ કાઢવામાં આવી હતી અને આરોપીઓને ઝડપથી પકડી ન્યાયની માંગ કરવામાં આવી હતી.
આ ઘટનામાં મોડાસાના સાયરા(અમરાપુર)ની 31 ડિસેમ્બરથી પાંચ દિવસથી ગુમ થયેલી યુવતીની લાશ ઝાડ પર લટકતી હાલતમાં 5 જાન્યુઆરીએ લાશ મળી આવી હતી. ત્યારબાદ ત્રણ દિવસે લાશ સ્વીકારી અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. યુવતીના મોતના પગલે સમાજ અને ગુજરાતભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને ન્યાયની માંગ કરવામાં આવી રહી છે.
સુરતમાં કતારગામ ખાતે સમતા સૈનિક દળ અને સ્થાનિકો દ્વારા યુવતીને ન્યાયની માંગ સાથે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. લોકોએ ગુનેગારો જલ્દી પકડવાની માંગ કરી નહી તો આગામી સમયમાં ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.