સુરેન્દ્રનગર/ ટ્રેક્ટરની ટ્રોલીને વીજ વાયર અડી જતાં ત્રણ મજૂરનાં મોત- 6 ઘાયલ

Tragedy in Surendranagar: સુરેન્દ્રનગરથી એક મોટી દુર્ઘટનાના અહેવાલ મળી રહ્યા છે. અહીં બુબવાણા ખાતે વીજળીનો લટકતો વાયર ટ્રેક્ટર ટ્રોલીને અડી જતાં 3 મજૂરોને જોરદાર કરંટ…

Tragedy in Surendranagar: સુરેન્દ્રનગરથી એક મોટી દુર્ઘટનાના અહેવાલ મળી રહ્યા છે. અહીં બુબવાણા ખાતે વીજળીનો લટકતો વાયર ટ્રેક્ટર ટ્રોલીને અડી જતાં 3 મજૂરોને જોરદાર કરંટ લાગ્યો હોવાની ઘટના બની છે. ત્યારે આ ઘટનામાં ત્રણેયના મોતના અહેવાલ સામે આવી રહ્યા છે.તેમજ આ ત્રણેય મજૂરો મધ્યપ્રદેશના(Tragedy in Surendranagar) હોવાનું સામે આવ્યું છે.

6 મજૂરો દાઝી ગયાના અહેવાલ
અન્ય 6 મજૂરોને પણ જોરદાર કરંટ લાગ્યો હતો જેના લીધે તેઓ દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટુકડી ઘટનાસ્થળે ધસી આવી હતી અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવાની સાથે આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. બીજી બાજુ મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ઘાયલોને વિરમગામ ખાતે સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા.

આ લોકોના થયા મોત
આ દુર્ઘટનામાં ઉર્મિલાબેન અજયભાઈ (ઉંમર વર્ષ 25),લાડુબેન ભરમાભાઈ (ઉ.વ 50),અને કાજુભાઈ મોહનભાઈ (ઉંમર વર્ષ 35) મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું છે.જયારે બાલી બેન લાભુભાઈ,નરેશભાઈ મોહનભાઈ,સુરમજી નિકેતભાઈ,સુખીબેન કાળુભાઈ તેમજ રૂદ કાજુભાઈને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.

પોલીસની ટિમ ઘટનાસ્થળ પર પહોંચી
લીસે અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. દસાડા પીએસઆઇ વી.આઈ.ખડિયા સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે બુબવાણા ગામે દોડી ગયો. પાટડી પ્રાંત કલેકટર અને મામલતદાર સહિતનો સ્ટાફ પણ બુબવાણા ગામે જવા રવાના થયો હતો. આ ટ્રેક્ટરમાં બેસીને મજૂરો ખેતરમા કાલા વીણવા જતા હતા ત્યારે આ ગોઝારી ઘટના બની હતી.