ગોઝારા અકસ્માતમાં સ્કોર્પિયોમાં રહેલા એક જ પરિવારના 9 લોકોને મળ્યું દર્દનાક મોત- ‘ઓમ શાંતિ’

બિહાર(Bihar)ના પૂર્ણિયા(Purnia)માં શનિવારની વહેલી સવારે ગમખ્વાર અકસ્માત(Accident)ને કારણે ખળભળાટ મચી ગયો છે. દર્દનાક અકસ્માતમાં 9 લોકોના મોત(9 deaths)ના સમાચાર સામે આવ્યા છે. એક સ્કોર્પિયો પાણી ભરેલા ખાડામાં પડી હતી જેમાં 11 લોકો સવાર હતા. કારમાં બેઠેલા બે લોકોએ કોઈક રીતે બહાર નીકળીને પોતાનો જીવ બચાવ્યો હતો, પરંતુ પાણીમાં ડૂબી જવાથી 9 લોકોના દર્દનાક મોત થયા હતા. સ્થાનિક લોકોની મદદથી 9 મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના ગઈકાલે મોડી રાત્રે ઉનગઢ ઓપી વિસ્તારમાં આવેલી કાંજીયા મિડલ સ્કૂલ પાસે બની હતી.

મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો કિશનગંજ જિલ્લાના મહિનાગાંવ પંચાયતના નુનિયા ગામના રહેવાસી હતા. તેઓ સ્કોર્પિયોમાં પૂર્ણિયાના બાયસી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ખાબરા પંચાયતના તારાબારી ગામમાં ગયા હતા. બયાસી સબડિવિઝનના એસડીએમ તૌસી કુમારી પાસેથી મળેલી માહિતી અનુસાર, તમામ લોકો પુત્રીના સંબંધનું સમાધાન કરવા આવ્યા હતા. માર્ગમાં અકસ્માતમાં નવ લોકોના મોત થયા હતા. પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય પણ ચાલી રહ્યું છે.

કાંજિયાના સરપંચ સમરેન્દ્ર ઘોષે જણાવ્યું કે, ઘટના સ્થળે ખતરનાક વળાંક આવ્યો છે. શનિવારે સવારે બેથી અઢી વાગ્યાની વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. કિશનગંજ તરફ જઈ રહેલી સ્કોર્પિયો એક ખતરનાક વળાંકને કારણે બેકાબૂ બની ગઈ હતી અને પાણીથી ભરેલા મોટા ખાડામાં પડી ગઈ હતી.

સરપંચએ કહ્યું કે મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે. જે બાદ તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવશે. આશંકા છે કે હજુ કેટલાક લોકો પાણીમાં ડૂબ્યા હોઈ શકે. તેથી ડાઇવરને બોલાવીને શોધખોળ કરવામાં આવી રહી છે. સીઓ રાજશેખરે શોધખોળ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *