સુરત(Surat): છ મહિના પહેલા રાત્રિ લોકડાઉન(Night lockdown) દરમિયાન વેસુ વીઆઇપી રોડ(Vesu VIP Road) પર એક કાફેમાંથી બહાર નિકળતી વખતે એક યુવક પર કર્ફ્યું ભંગનો આરોપ લગાવી વાનમાં બેસાડી ચારેય તરફથી ઘેરીને આડેધડ મનફાવે તેમ મારી કોમામાં પહોંચાડી દેનારા ઉમરા પોલીસના કેટલાંક પોલીસકર્મીઓ સામે કોર્ટે ફરિયાદ નોંધવાનો આદેશ જાહેર કર્યો હતો.
ઘટના પછી તરત જ પોલીસકર્મીઓ સામે પગલાં ભરવા માટે પોલીસ કમિશન અજય તોમરને પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ પ્રકારનો ગુનો નહીં નોંધવામાં આવતા આખરે યુવાનના પરિવારે કોર્ટનું શરણ લેવું પડ્યું હતું. કેસની માહિતી મુજબ, ફરિયાદી અંસારી કામીલનો પુત્ર સમીર 22 જુનના રોજ 2021એ મિત્ર ઇમરાન શેખ, સાદ ખાન, આતિફ શેખ અને અંસારી અખ્તર સાથે વીઆઇપી રોડ પર કાફેમાંથી પોણા નવ વાગ્યે બહાર નીકળ્યો હતો ત્યારે ઉમરા પોલીસના નિતેશ, ધનસુખ તથા અન્ય એક પોલીસ કર્મીએ આ તમામ યુવાનને રોક્યા હતા.
ફરિયાદીના પુત્ર સમીરને પોલીસે પકડીને કહ્યું હતું કે, કફર્યુનો સમય શરૂ થાય છે માસ્ક કેમ નથી પહેર્યું. તો સમીરે કહ્યું કે, કર્ફ્યુ 10 વાગ્યેથીઅમલી બને છે અને હજી 9 જ વાગ્યા છે. આ સાંભળી પોલીસ કર્મી ઉશ્કેરાયા હતા અને અમને સમય બતાવે છે તેવું કહી, ચાલ આજે તને બતાવુ પોલીસનો પાવર કેવો હોય તેવું કહીને સમીરને વાનમાં નાંખી આડેધડ માર માર્યો હતો. ચાલુ વાહનમાં પણ પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો.
પોલીસે કહ્યું હતું કે, યુવક ચાલુ કારમાંથી બહાર કુદી પડયો હતો:
સમીરના ફોનથી નિતેષ નામના પોલીસવાળાએ સમીરના મિત્રને ફોન કરીને જણાવ્યું હતું કે, સમીર પોલીસની ચાલુ ગાડીમાંથી કુદી પડયો છે અને અમે તેને સિવિલ લઇ જઇએ છીએ. મગજમાં ઇજાના લીધે તે કોમામાં જતો રહ્યો છે. આ કેસમાં પોલીસકર્મીઓ સામે ગુનો ન નોંધવામાં આવતા એડવોકેટ અજય વેલાવાલા મારફત કોર્ટમાં ફરિયાદ દાખલ થઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.