ગુજરાતની આ શાળામાં વિદ્યાર્થીઓને ભોજનમાં અપાય છે ‘જીવડા અને ઈયળ’

ગુજરાત(Gujarat): છોટાઉદેપુર(Chhotaudepur)ના લીંડા ગામ(Linda village)માં આવેલ નિવાસી શાળા સંકુલમાં વિદ્યાર્થિનીઓને જીવાત અને ઈયળો વાળું ભોજન આપવામાં આવતા ઉગ્ર વિરોધ નોંધવામાં આવ્યો હતો. ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી(Gujarat State Tribal Education Society) આ નિવાસી શાળાનું સંચાલન કરી રહ્યા છે. જણાવી દઈએ કે આ સંકુલમાં ચાર શાળાઓ છે. જેમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને સારી ગુણવત્તાવાળું ભોજન મળી રહે તે માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થિનીઓનો મુખ્ય આરોપ છે કે, તેમને પુરતું ભોજન આપવામાં આવતું નથી. ભોજન તો ઠીક પણ આ ભોજનમાં જીવાત અને ઈયળો પણ હોવાનો આરોપ વિધાર્થીનીઓ દ્વારા લગાવવામાં આવ્યો છે. વિદ્યાર્થિનીઓએ તો ત્યાં સુધી ગંભીર આરોપ લગાવ્યા છે કે, જો તેઓ બીમાર પડે તો તેમના વાલીઓ સાથે મળવા પણ નથી જવામાં દેવા આવતા. જેને કારણે વિદ્યાર્થિનીઓએ થાળીઓ વગાડી સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. શાળાના આચાર્યએ પણ આ સત્ય હકીકત સ્વીકારતા કહ્યું છે કે, વિદ્યાર્થિનીઓને આરોગ્યપ્રદ અને સારી ગુણવતા વાળું ભોજન મળી રહ્યું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત નસવાડી તાલુકાના લીંડા ગામે આવેલ નિવાસી શાળા સંકુલમાં રહેતી વિદ્યાર્થિનીઓને જીવડા અને ઇયળો વાળું ભોજન પીરસવામાં આવતું હોવાને લઈ વિદ્યાર્થીનીઓએ શાળા સંકુલમાં થાળીઓ વગાડી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ભારે હોબાળો મચાવ્યો હતો. જેના કારણે આ સમગ્ર મામલો બહાર આવ્યો છે.

એક બાજુથી કાચી તો એક તરફથી બળેલી રોટલીઓ હોવાને લઈ વિદ્યાર્થીનીઓ ખાવાનું પણ ખાઈ શક્તિ નથી, અનેક વિદ્યાર્થીનીઓ બીમાર પડે છે તો તેમના વાલીઓને મળવા પણ દેવામાં આવતા નથી. જેને કારણે વિદ્યાર્થીનીઓએ તેમણે વારંવાર શાળાના આચાર્યને રજૂઆત કરવા છતાં કોઈજ અમલ કરવામાં આવતો નથી, ત્યારે આખરે વિદ્યાર્થીનીઓ વીફરી હતી અને જમવાનો ઇનકાર કરી થાળીઓ વગાડી ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોધાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *