સુરત(ગુજરાત): 4 વર્ષથી સુરતના સચિન વિસ્તારમાં પરિવાર સાથે રહેતા એક યુવકને પ્રિયંકા નામની યુવતી સાથે પ્રેમ થયો હતો. યુવક થોડા દિવસ પહેલા યુવતીને પરિવાર વિરુદ્ધ પ્રેમ લગ્ન કરી લાવ્યો હતો. યુવતીના પરિવારને આ વાતની જાણ થઈ ત્યારે યુવતીના પરિવારના કેટલાક લોકો યુવકના ઘરે પહોંચ્યા હતા અને યુવતી જ્યારે તેના ઘર નજીક સાસુ સાથે ચાલતી જતી હતી. ત્યારે યુવતીનું અપહરણ કર્યું હતું.
જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા સચિન પોલીસ સ્ટેશનમાં યુવકે યુવતીના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુસાર, ચાર વર્ષ પહેલા સુરતના સચિન વિસ્તારમાં આવેલી કનકપુર નજીક વીર નર્મદ મકાન નંબર 103 ખાતે રહેતા તેજસ કુમાર સુનિલ ભાઈ રાઠોડને નવસારીમાં રહેતી પ્રિયંકા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયા હતા.
જોકે યુવક અને યુવતી એક બીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. પણ પરિવારના લોકો આ સંબંધ વિરોધ હતા. જેને કારણે એક દિવસ યુવતી ઘરેથી ભાગીને લગ્ન કરી લીધા હતા અને યુવતી સુરતના સચિન સાથે રહેવા આવી ગઈ હતી. થોડા દિવસ પછી યુવક અને યુવતીને ભાગીને આવ્યા બાદ પોલીસ સ્ટેશનમાં પોતાના લગ્ન વિશેની જાણકારી આપી હતી. જેને લઇને પોલીસે આ મામલે તપાસ માટે બોલાવ્યા હતા.
તે દરમિયાન તેના પિતા નોકરી પર ગયા હોવાને કારણે તેજસની માતા અને પ્રિન્ટ નામની યુવતીએ પોલીસ સ્ટેશને પહોંચી જવાબ લખાવી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન સોસાયટીમાં યુવતીના બનેવી આવી અને આ યુવતીને ઉપાડીને ત્યાંથી પોતાના સગા-સંબંધીઓ સાથે ભાગી ગયા હતા. સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ જતા સીસીટીવીના આધારે યુવકે સચિન પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધાવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.