CBI Vacancy 2024: સેન્ટ્રલ બેન્ક ઓફ ઈંડિયામાં 3000 પોસ્ટ પર બમ્પર ભરતી, આ તારીખ પહેલા ફટાફટ ભરી લો ફોર્મ

CBI Vacancy 2024: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ(CBI Vacancy 2024) ભારતના વિવિધ રાજ્યો માટે એપ્રેન્ટિસશિપની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા…

CBI Vacancy 2024: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ(CBI Vacancy 2024) ભારતના વિવિધ રાજ્યો માટે એપ્રેન્ટિસશિપની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે 6 માર્ચ, 2024 સુધી ચાલુ રહેશે. ગ્રેજ્યુએશન પાસ કરનાર કોઈપણ ઉમેદવાર અરજી કરી શકે છે. જેમાં નિયત તારીખો પર માત્ર ઓનલાઈન પ્રક્રિયા દ્વારા જ અરજી કરી શકાશે.

ગ્રેજ્યુએટ પાસ ઉમેદવારો અરજી કરી શકે છે
આ વર્ષે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈંડિયા અપ્રેંટિસના કુલ 3000 પદ પર ઉમેદવારો માટે ભરતી પરીક્ષા આયોજીત કરશે. સેન્ટ્રલ બેન્ક ઓફ ઈંડિયા અપરેંટિસ ભરતી 2024 માટે ઉમેદવારની કુલ ઉંમર 20થી 28 વર્ષ હોવી જોઈએ.તેમજ તેમણે ગ્રેજ્યુએટ પાસ કરેલું હોવું જોઈએ.આ વર્ષે બેન્કે કુલ 3000 ખાલી જગ્યાની જાહેરાત કરી છે. જે ગત વર્ષની તુલનામાં 2000 ઓછી છે. સૌથી વધારે ખાલી જગ્યા મહારાષ્ટ્રમાં છે. ત્યાર બાદ ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત અને બિહારમાં છે. અરજી કરતી વખતે અરજીકર્તા ફક્ત એક જ વિકલ્પ પસંદ કરી શકશે. તમે સેન્ટ્રલ બેન્ક અપરેંટિસ નોટિફિકેશન પીડીએફ ડાઉનલોડ કરી અને ઓનલાઈન અરજી કરી શકશો.

નોટિફિકેશન
જે ઉમેદવાર સેન્ટ્રલ બેન્ક ઓફ ઈંડિયા અપરેંટિસ ભરતીમાં રસ ધરાવતા હોય તેમણે નીચે જોઈ શકશે, જેમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઈંડિયા અપરેંટિસ પદની ભરતી વિશે જાણકારી આપેલી છે.

અરજી કરવા માટેની લિંક નીચે આપેલી છે
સેન્ટ્રલ બેન્ક ઓફ ઈંડિયાએ અપરેંટિસ પદ માટે ઓનલાઈન અરજી 21 ફેબ્રુઆરી 2024થી લેવાનું શરુ કરી દીધુ છે. ઈચ્છુક ઉમેદવાર સેન્ટ્રલ બેન્ક અપરેંટિસ ભરતી માટે અરજી ફોર્મ 6 માર્ચ 2024 સુધી જમા કરાવી શકશે. અરજી કરવા માટે ડાયરેક્ટ આ લિંક ચેક કરી શકો છો.https://nats.education.gov.in/student_type.php

પસંદગી અને પગાર
આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઓનલાઈન લેખિત કસોટી દ્વારા કરવામાં આવશે. આ ભરતી માટે જે પણ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, તેમને દર મહિને 15000 રૂપિયાનો પગાર આપવામાં આવશે. ભરતી સંબંધિત વધુ માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.