પતિનું અક્સ્માતમાં મોત થતા, થોડી પણ હિંમત હાર્યા વગર બે દિવ્યાંગ દીકરીઓ સાથે પાંચ સંતાનોની જવાબદારી નિભાવી ચલાવે છે ગુજરાન

જામનગર(ગુજરાત): જામનગરના ચચુબા કે જેમના પતિનું 9 મહિના પહેલાં આકસ્મિક રીતે અવસાન થયું હતું. પછી મહિનાની ફકત 4000 રૂપિયાની આવક અને 2 યુવા દિવ્યાંગ દીકરીની જવાબદારી હોવા છતા ચચુબા ધીરજ અને હિમત હાર્યા વગર પોતાના ઘરનું ગુજરાત ચલાવે છે. 9 મહિના પહેલા જામનગરના હિગળાજ ચોક વિસ્તારમાં રહેતા ચચૂબાના પતિ હડીસંગ જાડેજાનું આકસ્મિક મૃત્યુ થયું હતું. ચચુબાને કુલ 5 સંતાન છે. તેમાંથી 2 દીકરીઓ દિવ્યાંગ છે. જેમાંની એક 28 વર્ષની પુત્રી જામબા છેલ્લાં 16 વર્ષથી માનસિક દિવ્યાંગ છે.

કોઈપણ કાર્ય જામબા જાતે કરી શકતી નથી. આટલું જ નહીં તે ટેકા વગર બેસી પણ શકતી ન હોવાથી અવાર નવાર પડી જાય છે. આ બિમારીના કારણે તેણી બે થી ત્રણ વખત દાઝી જતાં પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી છે. એટલું જ નહી પડી જવાથી આંખ પાસે પણ ટકા આવ્યા હતા. ચચુબાની અન્ય 25 વર્ષની પુત્રી ગીતાબા પણ દિવ્યાંગ છે. તેણી જન્મતાની સાથે તે બોલી શકતી ન હતી.

પતિના અવસાન પછી ચચુબા હિમત હાર્યા વગર બ્રાસપાર્ટનું કામ કરી મહિને માત્ર 4,000 રૂપિયાની આવક મેળવતા હોવા છતાં પોતે દિવસમાં એકવાર ભોજન કરી પોતાની બંને દીકરીને ભરપેટ જમાડી મુશ્કેલી સામે કેમ ઝઝુમવું તેનું અનોખું ઉદાહરણ આપડી સમક્ષ રજુ કરે છે. ચચૂબા આર્થિક તંગીના કારણે બંનેમાંથી કોઈ પણ દીકરીની સારવાર કરાવી શકતા નથી. જેથી જામનગરની જાણીતી સંસ્થા હાસ ફાઉન્ડેશને આગળ આવી ચચુબાની માનસિક દિવ્યાંગ દીકરી જામબાની સારવારની તમામ જવાબદારી માથે લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *