આજના કળયુગી સમયમાં સમગ્ર વિશ્વમાં એક પણ જગ્યા એવી નથી કે, જ્યાં મહિલાઓ સુરક્ષિત હોય. એવી અનેક ઘટનાઓ સામે આવે છે જેમાં મહિલાઓ, કિશોરીઓ તથા નાની બાળકીઓનો દેહવ્યાપાર અથવા બળાત્કાર કરવામાં આવે છે. આ દરમિયાન એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવક અલગ અલગ રાજ્યોની યુવતીઓને બોલાવીને દેહવ્યાપાર કરતો હતો.
માલ્યી માહિતી મુજબ, પંજાબના મંડી ગોબિંદગઢના અજનાલી ગામમાં રહેનારો પટિયાલાનો એક યુવક ઘણા લાંબા સમયથી દેહવેપારનો અડ્ડો ચલાવી રહ્યો હતો. આ યુવક અહીં પંજાબ ઉપરાંત બહારના રાજ્યોની યુવતીઓને બોલાવીને દેહવેપારનો ધંધો ચાલવી રહ્યો હતો.
પોલીસ દ્વાર આ ગેરકાયદેસર રીતે ધંધો કરી રહેલા જસપ્રીત સિંહ સહિત સાત મહિલાઓ અને બે યુવકોને આપત્તિજનક સ્થિતિમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડવામાં આવેલી યુવતીઓ હિમાચલ પ્રદેશ, લુધિયાણા, રાજપુરા, નવી દિલ્હી, ગોબિંદગઢ અને પટિયાલાની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ધરપકડ કરાયેલા બે યુવકોમાં એક બિહાર અને બીજો પટિયાલાનો છે.
મળતી માહિતી મુજબ, પોલીસ પાર્ટી લાલબત્તી ચોકમાં હાજર હતી. આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, અજનાલીમાં જસપ્રીત સિંહ દેહવેપારનો અડ્ડો ચલાવે છે. તેથી એસએચઓ પ્રેમ સિંહની આગેવાનીમાં ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન આ અડ્ડેથી સાત મહિલાઓ સહિત દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.