બાળકોને સંસ્કારી અને સનાતની બનાવવા રેસ્ટોરાંના માલિકનો નવતર પ્રયોગ, મોઢે હનુમાન ચાલીસા બોલો અને મેળવો ફ્રી જમવાનું…

બાળકોમાં ધાર્મિક તેમજ સનાતન સંસ્કૃતિથી માહિતગાર કરવા માટે રાજકોટના એક રેસ્ટોરાંના માલિકે એક અનોકો અનોખો પ્રયોગ કર્યો છે. રેસ્ટોરાંના માલિકે એક ઓફર મૂકી છે જેમાં હનુમાન ચાલીસા મોઢે બોલનાર બાળકને અનલિમિટેડ ફ્રી ફૂડ મળશે જેવી જાહેરાત કરવામાં આવી છે.

રેસ્ટારાંના માલિક સાથે વાત કરતા તેણે જણાવ્યું કે,  ‘હું આ ઓફર આજીવન ચાલુ રાખીશ. મારો ઉપદેશ્ય છે કે, એક લાખ બાળકો હનુમાન ચાલીસા બોલતા થાય.’ આ રેસ્ટોરાં રાજકોટમાં આવેલી છે, રેસ્ટોરાંના માલિકનું નામ અરવિંદભાઈ આહિર છે.

અરવિંદભાઈએ વધુ વાત કરતા જણાવ્યું કે, આપણાં ભારત દેશમાં અનેક સંપ્રદાયો છે. હિન્દુ ધર્મમાં જ અનેક જાતના સંપ્રદાયો છે અને દરેક સંપ્રદાયો અન્ય સંપ્રદાયો કરતાં પોતે મહાન અને શ્રેસ્ત હોવાનો દાવો કરે છે. પણ અરવિંદભાઈને સનાતન ધર્મ જ સૌથી શ્રેષ્ઠ લાગે છે. તેથી તેમને સનાતન ધર્મની પરંપરાને આગળ વધારવા માટે આવી અનોખી સ્કીમ અમલમાં મૂકી છે.

અરવિંદભાઈ આહિરે વધુ વાત કરતા જણાવ્યું કે, આ પ્રકારની યોજના આજીવન ચાલુ કરવાનો તેમનો એજ ઉદ્દેશ છે કે, બાળકોમાં નાનપણથી સનાતન ધર્મની સમજ આવે અને સનાતન ધર્મ પ્રત્યે આદર વધે તેવો ઉદ્દેશ છે. તેમને એમ પણ કહ્યું કે, આ ઓફર આજીવન ચાલુ રાખશે.

આ પ્રયોગને રેસ્ટોરાંમાં આવતા લોકો અને વાલીઓએ પણ વધાવી લીધો હતો. અહીં ઘણા બાળકો કડકડાટ હનુમાન ચાલીસા બોલીને અને વિવિધ પ્રકારના ફ્રી ફૂડનો આનંદ માણ્યો છે. બાળકો સાથે આવતા વાલીઓ પણ બાળકોને હનુમાન ચાલીસા બોલવા અંગે પ્રોત્સાહન આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *