મોંઘાદાટ મોબાઈલ અને સોનું છુપાવવા માટે આ શખ્સે એવો કીમિયો અપનાવ્યો કે…- જુઓ વિડીયો

પોલીસને પણ આશ્વર્યમાં મૂકી દે એવી રીતે કેટલાંક આરોપીઓ સોનું અથવા તો અન્ય કોઈ કિંમતી વસ્તુની દાણચોરી કરતાં ઝડપાઈ જતાં હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક સમાચાર સામે આવ્યા છે. દુબઈથી ચેન્નાઈ આવેલા એક મુસાફરને કસ્ટમ્સ અધિકારીઓ દ્વારા બહાર નીકળતાં પહેલાં અટકાવવામાં આવ્યો હતો.

આની પાછળનું એકમાત્ર કારણ એ હતું કે, તે ભાગવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. પૂછપરછ દરમિયાન એનો અવાજ સ્પષ્ટ રીતે સંભળાઈ એમ ન હતો. તેને પોતાનું માસ્ક ઉતારવા માટે જણાવ્યું ત્યાર એણે શરૂઆતમાં ના પાડી દીધી હતી. એનું માસ્ક ખુબ ભારે લાગ્યું હતું.

જેને લીધે અંદરથી ખોલીને જોયુ તો એમાંથી બ્રાઉન કલરનો પાઉચ મળી આવ્યું હતું. જેમાં કુલ 85 ગ્રામ સોનાની પેસ્ટ મળી આવી હતી, જેમાંથી 65 ગ્રામ જેટલું શુદ્ધ સોનું મળી આવ્યું હતું. જેનું મૂલ્ય 2.9 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે. આની સાથે જ આ પાઉચને જપ્ત કરી લેવામાં આવ્યું છે.

આની સાથે જ એની બેગનું ચેકિંગ કરતાં એમાંથી 10 જેટલા આઇફોન 12 પ્રોની સાથે જ 5 જેટલા લેપટોપ, સિગારેટનાં 2 કાર્ટન મળીને એની કિંમત કુલ 8.2 લાખ રૂપિયા થાય છે. ચેન્નઈ આંતરરાષ્ટ્રીય હવાઇમથકના કસ્ટમ્સ કમિશનર જણાવે છે કે સોનું, આઇફોન, વપરાયેલ લેપટોપ તથા સિગરેટની કિંમત કુલ 11.13 લાખ રૂપિયા છે, કે જેને કસ્ટમ્સ એક્ટ હેઠળ કબજે કરી લેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *