મૃતક વ્યક્તિના અંતિમસંસ્કાર કર્યા બાદ સાંજે જીવતો ઘરે આવતા પરિવારના પગ તળે જમીન સરકી ગઈ- જાણો સમગ્ર મામલો

ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara)માં મૃત સમજીને અંતિમસંસ્કાર કર્યા તે યુવક જીવતો નીકળ્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. છાણી પોલીસ(Chhani Police Station) દ્વારા દુમાડની સીમમાંથી મળેલા અજાણ્યા મૃતદેહની ખોટી ઓળખ થવાને કારને પરિવારને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. જો કે તેના અગ્નિસંસ્કાર થયા પછી જેના નામે અંતિમસંસ્કાર થયા હતા તે જીવતો મળતાં પોલીસ અને પરિવાર બંનેની આખો ફાટી રહી ગઈ હતી. હાલ તો જે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે તે કોનો મૃતદેહ છે તે અંગે છાણી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતદેહના અસ્થિ લઈને DNA ટેસ્ટ માટે લેબમાં મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના દુમાડ ચોકડી પાસે રોડ પર મૃતદેહ પડયો હોવાની જાણ થતાં લોકોની ભીડ જામી ગઈ હતી. એક ડ્રાઇવરના પુત્ર જેવો દેખાતો જ યુવક હોવાથી લોકો દ્વારા યુવકના પિતા સનાભાઇને જાણ કરવામાં આવી હતી. પોતાના પુત્રનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં જ પિતા સ્થળ પર દોડી આવ્યા હતા અને મૃતદેહને જોઈ પોતાના પુત્રનો મૃતદેહ હોવાનું પોલીસને કહ્યું હતું.

મૃતદેહની ઓળખ પછી છાણી પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ પછી બીજા દિવસે મૃતદેહને અંતિમ વિધિ માટે પરિવારને સુપરત કરવામાં આવ્યો હતો. પરિવાર દ્વારા સગા સંબંધીઓ ભેગા થઈને અંતિમવિધી સ્મશાન ખાતે કરવામાં આવી હતી.

જ્યાં તેમના ઘરે પુત્રવધૂને બંગડીઓ તફડાવવાની વિધિ પૂરી કરવામાં આવી હતી સમગ્ર વિધિ પૂર્ણ થઇ ગયા બાદ સાંજે 7:00 કલાકે જેને મૃત્યુ પામેલા સમજ્યો હતો તે સંજય ઘરે પરત ફરતા પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો. જેને લઇ પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને પગલે પોલીસ અને પરિવાર બંનેની આખો ફાટીને ફાટી જ રહી ગઈ હતી અને જે મૃતદેહને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો તે કોનો છે તે અંગે ચીતાપરથી ડીએનએ ટેસ્ટ માટે અસ્થિ લઈ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *