પરિવારની ખુશી માતમમાં ફેરવાઈ- કાળમુખા ટ્રકે ઘરના આંગણે રમતા બાળકને કચડી નાખ્યો

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં આજે એક કરૂણ ઘટના સામે આવી છે જેને લીધે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. બોડેલીના ઢોકલીયામાં એક બેફામ ટ્રક ચાલકને લીધે ટ્રકના કાળમુખાપૈડા ફરી વળતા ઘરના આંગણામાં રમી રહેલા માસુમ બાળકનું કરુણ મોત થયું છે. ફૂલ સ્પીડે આવી રહેલા ટ્રકના આગળના પૈડા નીચે કચડાઈ જતા ત્રણ વર્ષના બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. ઘટનાના પગલે નદી ફળિયા વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. પ્રત્યક્ષદર્શીઓનાં મતે ટ્રક ચાલક ફૂલ સ્પીડમાં ચલાવી રહ્યો હતો અને તેના આગળના પૈડા નીચે બાળક કચડાઈ જતા અરેરાટી સર્જાય ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, બોડેલીના ઢોકલીયામાં પંચાયત ગલીની પાછળ નદી ફળિયું આવેલું છે. આ વિસ્તારમાં ઉત્તર પ્રદેશનો કુસ્વાહા પરિવાર રહે છે. આ પરિવારના મોભી પાણીપુરી વેચીને પોતાનું અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે અને પોતાના પરિવારની સાર સંભાળ રાખે છે. ત્યારે આજ રોજ આ કુસ્વાહા પરિવારનો 3 વર્ષનો દીકરો રંશ ઘરના આંગણે રમી રહ્યો હતો ત્યારે તેને એક ટ્રક કાળમુખો બનીને આવ્યો હતો.

ઘરના આંગણે રમી રહેલા રંશ પર ખુબ જ ઝડપી ગતિએ આવી રહેલા સિમેન્ટના ટ્રકના પૈડા ફરી વળ્યા હતા અને પળવરમાં જ માસુમ રંશનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું કે, ટ્રકના આગળના પૈડા તેના પર ફરી વળતા માસુમનું ઘટન સ્થળે મોત થયું છે.

ટ્રકના પૈડા બાળક ફરી વળ્યા બાદ માસુમ બાળકનું માથું છૂંદાઈ ગયું હતું. આમ ગરીબ પરિવારે પોતાના વ્હાલસોયાને ગુમાવતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. એક પ્રત્યક્ષદર્શીના મતે ટ્રક પાઇપ ફેક્ટરીમાં સિમેન્ટ ખાલી કરીને પરત ફરી રહ્યો હતો.

નદી ફળિયાના રહીશોએ જણાવ્યું કે, અહીંથી અવારનવાર આવા ટ્રકો ખુબ જ વધારે પડતી સ્પીડે નીકળે છે. પોલીસને પણ અગાઉ આ અંગે ગ્રામ પંચાયતના સભ્યોએ રજૂઆત કરી હોવા છતાં તેમની સમસ્યાનું નિરાકરણ નથી આવ્યુ ત્યારે ફરી કોઈ બાળકનો જીવ ન જાય તેની કાળજી રખાવવી પોલીસની ફરજ છે. ઘટના બાદ બોડેલી પોલીસ ઢોકલીયાના નદી ફળિયાએ દોડી આવી હતી અને બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો. ટ્રકનો ચાલક ઘટના બાદ ટ્રકને રસ્તા પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *