સરહદ પરનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં ચીને ભારતને આપ્યો વધુ એક ઝટકો, લીધો આ નિર્ણય

ભારત-ચીન વચ્ચે સીમા પર ચાલી રહેલા તણાવની વચ્ચે ચીન ભારતને વધુ એક ઝટકો આપી શકે છે. ચીને કહ્યું કે તે ભારતથી ઈમ્પોર્ટ થતા પોર્ક (ડુક્કર)નાં માંસ પર પ્રતિબંધ લગાવવા જઇ રહ્યું છે. ચીનનાં આ પગલાને ત્યાંની સરકારી મીડિયાએ ખુદ જ વર્તમાન સીમા તણાવ સાથે જોડ્યું છે. ચીનનાં કસ્ટમ ડ્યૂટી વિભાગે અને કૃષિ તેમજ ગ્રમાણિ મુદ્દાનાં મંત્રાલયે બુધવારનાં સંયુક્ત રીતથી એક નોટિસ જાહેર કરી છે.

તેમાં કહેવામાં આવ્યું કે ચીન ભારતથી ડુક્કરો અને તેનાથી જોડાયેલા ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવવા જઇ રહ્યું છે. પ્રતિબંધ લગાવવા પાછળનું કારણ આફ્રિકન સ્વાઇન ફીવરને રોકવા અને વન્યજીવોની સુરક્ષા ગણાવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતમાં સ્વાઇન ફ્લૂનો પહેલો કેસ મે મહિનામાં આવ્યો હતો અને આસામમાં આ બીમારીથી 14000 ડુક્કરોનાં જીવ ગયા છે. તો ચીનમાં બીમારીનો પહેલો કેસ ઑગષ્ટ 2018માં આવ્યો હતો. ચીનમાં ડુક્કરનાં માંસની ભારે માંગ થાય છે. કોરોના વાયરસની મહામારી દરમિયાન પણ ચીનમાં ડુક્કરનાં માંસની માંગ ઘટી નથી.

જો કે આ સરકારી નોટિસમાં ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ સરકારનું મુખપત્ર ગણાતા ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે, ગલવાન ખીણમાં ચાલી રહેલા બંને દેશોના તણાવની વચ્ચે ભારતથી પૉર્કની આયાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગ્લોબલ ટાઇમ્સે બંને દેશોની વચ્ચે વર્તમાન તણાવ માટે ભારતને જવાબદાર ગણાવતા લખ્યું, ચીની વિસ્તારથી અડીને આવેલી સીમામાં ભારતે ગેરકાયદેસર રીતે ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું શરૂ કર્યું જેના કારણે ટકરાવ શરૂ થયો.

ભારતનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ગુરૂવારે જણાવ્યું કે બંને પક્ષ સીમા પર ચાલી રહેલા તણાવને શાંતિપૂર્વક ઉકેલવાનાં પ્રયત્ન કરી રહ્યા છે. એક દિવસ પહેલા ભારતમાં ચીની રાજદૂત સન વેડાંગે કહ્યું હતુ કે બંને દેશો એક-બીજા માટે ખતરો નથી અને વાતચીત દ્વારા મતભેદ દૂર કરવા જોઇએ. આ પહેલા ચીન કોરોના વાયરસ મહામારીની આંતરરાષ્ટ્રિય તપાસ કરાવવાની માંગ કરનારા ઑસ્ટ્રેલિયાની વિરુદ્ધ પણ વેપારને હથિયાર બનાવી ચુક્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *