બે વર્ષમાં ચીનમાં સૌથી વધારે કોરોના(covid) ના કેસ શનિવારે જોવા મળ્યા હતા. ત્યાંના અધિકારી જણાવ્યું કે બેઇજિંગ(Beijing)માં સંક્રમિત ગેસ ઉપરાંત લગભગ 2000 નવા કેસ નોંધાયા છે. ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસ નો રોગચાળો ફાટી નીકળ્યો છે.
સૂત્રો અનુસાર જિનપિંગ(Jinping)સરકારે દક્ષિણ ચીનના ટેકનોલોજીકલ હબ શેનઝેન(Shenzhen)માં સોમવારે કડક લોકડાઉનની જાહેરાત કરી દીધી છે. તેની સાથે સાથે શહેરના લગભગ 1,70,00,000 લોકોને હવે તેમના ઘરોમાં જ બંધ રહેવાની ફરજ પડી ગઈ છે. એ જિલ્લામાં એક જ દિવસમાં 66 લોકો સંક્રમિત જોવા મળ્યા ત્યારે સ્થાનિક પ્રશાસને આ lockdown નું મોટું પગલું ભરી લીધું છે.
શુક્રવારે ચીનના જિલિન પ્રાંતની રાજધાની ચાંગચુન(Changchun)માં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.ત્યાર પછી આ શહેરના ૯૦ લાખ લોકોને ઈમરજન્સી એલર્ટ કર્યા બાદ ઘરમાં જ રહેવાનો આદેશ આપી દેવાયો.બીજી તરફ, લગભગ પાંચ લાખની વસ્તી ધરાવતા શેનડોંગ પ્રાંતના યુચેંગમાં પણ લોકડાઉનનો આદેશ આપવામાં આવ્યો હતો. એટલે કે ચીનના કુલ ત્રણ શહેરોમાં હાલમાં 2,65,00,000 લોકો તેમના ઘરોમાં બંધ રહેવા માટે મજબૂર છે.
બે મોટી ચીની કંપનીઓ, Huawei અને Tencent, શેનઝેનમાં તેમની મુખ્ય કચેરીઓ ધરાવે છે.આ શહેરો હોંગકોંગ ની સરહદ પાસે આવેલ છે જ્યાં મોટી સંખ્યામાં લોકો પહેલેથી જ કોરોના થી સંક્રમિત છે. હોંગકોંગમાં સ્થિતિ સતત વણસી રહી છે જ્યાં અધિકારીઓએ કોવિડ-19(covid-19)ના 27,647 નવા કેસની પુષ્ટિ કરી છે. હોંગકોંગમાં કોવિડ-19ને કારણે અન્ય 87 લોકોના મોત થયા છે, જેમાં અહીં 3,729 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ચીનમાં બે વર્ષમાં કોરોનાના સૌથી વધુ કેસ
ચીનમાં કોવિડ-19ના દૈનિક કેસ શનિવારે નોંધાયા હતા, જે બે વર્ષમાં સૌથી વધુ છે. અધિકારીઓએ જણાવ્યું કે બેઇજિંગમાં 20 સંક્રમિત સહિત લગભગ બે હજાર નવા કેસ નોંધાયા છે. નેશનલ હેલ્થ કમિશને રવિવારે જણાવ્યું હતું કે શનિવારે ચીનની મુખ્ય ભૂમિ પર કોવિડ-19ના સ્થાનિક ચેપના 1,807 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 131 દર્દીઓ આયાત કરવામાં આવ્યા હતા.
અન્ય શહેરોમાં પણ માર્ગદર્શિકા જારી કરવામાં આવી
દરમિયાન, શાંઘાઈમાં શાળા-ઉદ્યાન બંધ રહ્યા હતા, જ્યારે બેઇજિંગમાં, રહેણાંક વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નવા કેસ મળ્યા બાદ, બેઇજિંગમાં વહીવટીતંત્રે લોકોને તેમના ઘરની બહાર ન નીકળવા કહ્યું. લોકોને પણ જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી શહેર ન છોડવા ના કડક આદેશ આપવામાં આવ્યા.
લોકોમાં હાહાકાર મચી ગયો
હોંગકોંગની ચાઈનીઝ કોલોનીમાં છેલ્લા એક દિવસમાં કોવિડ સંક્રમણથી 87 લોકોના મોત થયા છે. હોંગકોંગમાં અત્યાર સુધીમાં કુલ 3,729 લોકો સંક્રમણથી મૃત્યુ પામ્યા છે. શહેરમાં એક જ દિવસમાં ચેપના 27,647 નવા કેસ નોંધાયા છે. હોંગકોંગના નેતા કેરી લેમનું કહેવું છે કે ચેપ હજુ ચરમસીમાએ પહોંચ્યો નથી.
કોવિડે દક્ષિણ કોરિયામાં હાહાકાર મચાવ્યો, સાપ્તાહિક ચેપની સરેરાશ ત્રણ લાખને વટાવી…
દક્ષિણ કોરિયામાં કોવિડ સંક્રમણ ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયું છે. શનિવારે, કોવિડ ચેપના 350,000 કેસ નોંધાયા હતા. શુક્રવારે સૌથી વધુ 3,83,651 નવા કેસ નોંધાયા હતા. કોરિયા ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એજન્સી (KDCA) અનુસાર, છેલ્લા એક દિવસમાં, કોરિયામાં ચેપને કારણે 251 લોકોના મોત થયા છે.
મલેશિયામાં 26,250 નવા કેસ, 77 મૃત્યુ
છેલ્લા એક દિવસમાં મલેશિયામાં કોવિડના 26,250 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન ચેપને કારણે 77 લોકોના મોત થયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચેપના કુલ 38,01,036 કેસ નોંધાયા છે. તેમાંથી 3,23,784 સક્રિય દર્દીઓ છે. 367 ગંભીર છે અને ICUમાં છે. 211 ઓક્સિજન સપોર્ટ પર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો