ત્રણ દિવસ અગાઉ ગુજરાતમાં એક હત્યા કરી દેવામાં આવી. આ હત્યા ટિવી9 માં કામ કરતા ચિરાગ પટેલ ની હતી. તેમનું મૃત શરીર સળગાવી દેવાયેલી હાલતમાં અમદાવાદના એક વિસ્તારમાં મળી આવ્યું. આ ઘટનાને ધીમે-ધીમે રાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં આવી રહી છે અને દેશના પત્રકારોની સુરક્ષા સામે સવાલ થઈ રહ્યા છે. કેટલાક સિનિયર પત્રકારો માની રહ્યા છે કે કંઈક એવું સત્ય ચિરાગ પટેલ જાણતો હશે કે જેને બહાર ન આવવા દેવા માટે તેને સળગાવી દેવામાં આવ્યો, ત્યારે દેશના દિગ્ગજ પત્રકાર રવીશકુમાર એક પોસ્ટ મૂકીને મોદી સરકાર સામે અનેક સવાલો ઉભા કર્યા છે. જેનું અનુવાદ અહીં અમે પ્રસ્તુત કરી રહ્યાં છીએ અને હાલનું દેશનું મીડિયા કઈ દિશા તરફ કામ કરી રહ્યું છે, તે અંગે આપના મનમાં પણ અવશ્ય સવાલ ઊભો થશે.
Whatsapp ના એક inbox મેસેજ માં અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલ ની હત્યા ની ખબર આવી રહી છે. ચિરાગ નું શરીર સળગાવેલી હાલતમાં મળેલું છે. પોલીસના કહેવાઅનુસાર ચિરાગ પટેલ નું મૃત્યુ શુક્રવારે થયું છે, પરંતુ તેનું બળેલું શરીર શનિવારે મળ્યું છે. ચિરાગ પટેલ ટિવીનાઇન માં કામ કરી રહ્યો હતો.
હજી સુધી ચિરાગ પટેલ ની હત્યાનું કારણ જાણવા મળ્યું નથી. આત્મહત્યા છે કે નહીં તે બાબતે પણ તપાસ થઈ રહી છે. અમદાવાદ મિરર વર્તમાન પત્ર લખ્યું છે કે, આની તપાસ માટે સ્થાનીય પોલીસ અને છ આઈપીએસ ઓફિસરોને મદદ લેવામાં આવી રહી છે. ચિરાગ પટેલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે, તેના શરીર પર કોઇ ઇજાના નિશાન નથી. તેના શરીરનો નીચેનો ભાગ ખૂબ જ ખરાબ રીતે દાઝી ગયેલો છે.
અમદાવાદ મિરર માં તમામ પહેલુઓ પર ચર્ચા કરવામાં આવી છે. લખવામાં આવ્યું છે કે, ચિરાગ પટેલ નું શરીર જ્યાં મળ્યું છે. ત્યાં આસપાસ ચાર-પાંચ ફૂટ સુધી બળવાના નિશાન છે. બની શકે કે તેને હત્યા કરી દેવા બાદ તેને સળગાવવામાં આવ્યો હોય. સીસીટીવી ફુટેજમાં ચિરાગ પટેલ એકલો દેખાઈ રહ્યો છે અને પાણીની બોટલ ખરીદી રહ્યો છે. તેના ચહેરા પર કોઇ તણાવ નથી. મોતની પહેલા તેણે તેના મિત્ર સાથે ફોન પર રાજનીતિની વાત કરી હતી. હજી કોઈ નિષ્કર્ષ પર પહોંચવું સારું નથી પરંતુ ચિરાગ પટેલના મૃત્યુ ના કારણ ને બહાર લાવવું જરૂરી છે.
બીજી તરફ પુણ્ય પ્રસૂન વાજપેયીને ફરી એકવાર પોતાની નોકરીથી કાઢી નાખવામાં આવ્યા છે. આખરે કોણ છે જે punya prasun ની પાછળ આ રીતે હાથ ધોઈને પડી ગયું છે. એક વ્યક્તિ વિરુદ્ધ કોણ એવું છે કે, તમામ તાકાતો લગાવીને તેને સત્ય બોલતા અટકાવી રહ્યા છે. વાત મળી રહી છે કે હાલમાં જે ચેનલમાં punya prasun કામ કરી રહ્યા હતા તેના સંપાદક ને કોઈ દરબારમાં બોલાવીને ધમકાવવામાં આવ્યા છે અને માલિકને ચેતવણી દેવામાં આવી છે. કે આવા પત્રકારને તમારી ચેનલમાંથી કાઢો। હવે આવી હાલતમાં કોઈ પત્રકાર શું કરશે? તમે ચુપ રહેવાનું શીખી લીધું. છે. જે તમને જ નુકસાન કરશે અને તમારે જ મરવું પડશે.
યાદ રાખજો જ્યારે તમારે કોઈપણ પત્રકારની જરૂર પડશે ત્યારે તે તમારી પડખે નહીં હોય તો તમારે ચૂપ જ રહેવું પડશે. અલગ-અલગ મિજાજ ના પત્રકારો હોય છે. પત્રકારો હોય છે એટલે જ અલગ-અલગ સમસ્યાઓને વાચા મળે છે. અને તે સમસ્યાનું નિરાકરણ થાય છે. સરકાર અને સમાજ સુધી આ વાત પહોંચતી હોય છે. એક પત્રકારને નોકરીએથી કાઢી નાખવામાં આવે તેનાથી શર્મનાક અને ખતરનાક શું વાત હોઈ શકે? તમારી પર જ નિર્ભર છે કે તમે ચૂપ થઈ જાઓ અથવા પત્રકારોની સાથે ઉભા રહો અને તેમની સાથે અવાજ મિલાવો. જો તમે ભારતને બરબાદ બનાવવા માંગો છો તો પત્રકારો સાથે નહિ ઉભા રહેતા.
હવે એ જ મીડિયા વધશે મોદી મીડિયા હશે. મોદી મીડિયા જ ફુલશે અને ફળશે. ગોદી મીડિયાનો વધારો એજ તમારો મરો. તમને ખોટી ખબરો બતાવીને દેશની સાચી પરિસ્થિતિથી વાકેફ નહીં રાખે અને તમને ગુમરાહ કરીને ખોટી રાહ બતાવશે. મેં એટલે જ કહ્યું હતું કે ન્યૂઝ ચેનલોને તમારા ઘરોની બહાર કાઢી નાખો, કેમકે ન્યૂઝ ચેનલો પર સત્તાનો કબજો થઈ ગયો છે. તમે તમારી મહેનતની કમાણી તે માધ્યમને શા માટે આપો છો? જે ગુલામ થઈ ગયા છે.
તમે જે ચેનલોને જોવો છો, તેના પર પણ ટીપ્પણી કરવી જરૂરી છે. તમારું ચૂપ રહેવું સાબિત કરે છે કે, તમે પણ હારી ચૂક્યા છો. જ્યારે જનતા હારી જશે ત્યારે કંઈ નહીં વધે. જનતા સત્તાથી તો નથી લડી શકવાની પરંતુ આ ટીવીના ડબલા ઓથી તો જરૂર લડી શકે છે. ભલે તમે જીતી ન શકો પરંતુ અભ્યાસ તો જરૂરી છે. મારી એક વિનંતી છે ફરી એકવાર વિચારો આ શું થઈ રહ્યું? આની શું કિંમત હશે? શું કિંમત ચુકવવાની રહેશે? અને આ કિંમત કોણ ચૂકવશે? અને આનો લાભ કોને મળી રહ્યો છે?
જય હિન્દ