સુરતના રસ્તાઓ પર યમરાજ બનીને ફરી રહી છે સીટી બસ: એક સાથે ૪ બાળકોને કચડ્યા- ૩ ના મોત

City bus: four children crushed - 3 killed in Surat

Published on: 10:10 am, Wed, 20 November 19

ભાજપ શાસનમાં સુરત મહાનગરપાલિકાની “સીટી બસ સેવા” બેદરકાર વહીવટના કારણે દિન પ્રતિદિન બની રહી છે “કાળમુખી સેવા”.

ભાજપ શાસિત સુરત મહાનગરપાલિકા સંચાલિત “સીટી બસ સેવા” કે, જેને થોડા દિવસો પહેલા લખનૌ ખાતેની કોઈ કહેવાતી ખાનગી પ્રોફેશનલ સંસ્થા દ્વારા “બેસ્ટ સીટી બસ સર્વિસ કેટેગરી” માટે “કમેન્ડેબલ ઈનીશીએટીવ એવોર્ડ” પ્રાપ્ત થયો.

આવી ભાજપ શાસનમાં કહેવાતી સીટી બસ સેવા કે જેના ઈજારદારો ચાર્ટડ સ્પીડ,હંસા અને મારૂતિ વિગેરેને આજદિન સુધી અસંખ્ય અકસ્માતો માટે શાસકોના આશીર્વાદથી વહીવટીતંત્ર દ્વારા એ.સી. ચેમ્બરમાં બેસી માત્ર નોટીસ/પેનલ્ટી વસુલાત કરી સંતોષ માની લેવાની પરંપરાએ આજે વધુમાં ડીંડોલી ખાતે સુમન (માધ્યમિક) શાળાના 3 વિદ્યાર્થીઓનો ભોગ લીધો હતો.

સીટી બસે ડીંડોલી બ્રીજ પર ૪ વિધાર્થીને અડફેટે લીધા હતા જેમાં ૩ વિદ્યાર્થીના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.સુરતમાં અવારનવાર આવા બનાવો બનતા જ રહે છે.ક્યારેક સિટીબસ તો ક્યારેક BRTS બસ .

અઠવાડિયા અગાઉ જ સરદાર માર્કેટ પાસે સીટી બસે એક યુવાનને અડફેટે લેતા તેનું મોત નીપજ્યું હતું.૭ દિવસ માં સુરતમાં આ બીજી ઘટના બની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.