શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે, ભગવાન શિવને પ્રસન્ન કરવા સેંકડો ભક્તો શિવ ભક્તિ કરી રહ્યા છે. ઘણા લોકો આખેઆખો માસ એકટાણું (દિવસમાં એક સમય જમવાનું), ઉપવાસ અને ફરાળ કરી રહ્યા છે. ત્યારે જોતા લાગે કે, પ્રાચીન સમયથી જ શ્રાવણ માસનો કેટલો મહિમા હશે… શાસ્ત્રોમાં પણ શ્રાવણ માસનો અનેરો મહિમા લખવામાં આવ્યો છે. કહેવામાં આવે છે કે, શ્રાવણ માસ સૌથી પવિત્ર માસ છે, આ મહિનામાં શિવ ભક્તિ કરવાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે.
શ્રાવણ માસમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નંદી મહારાજ એક શિવ મંદિર(Shiva temple)માં ગંગાજળ(Ganga jal) નું સેવન કરી રહ્યા છે. આ સમાચાર સાંભળતા જ ભોલેનાથના મંદિરમાં લાંબી લાઈનો લાગી હતી. નંદી બાબાને ગંગાજળ અર્પણ કરવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી. ગ્રામજનો શ્રાવણ માસનો ચમત્કાર માની રહ્યા છે.
આ મામલો શ્રી બંશીધર નગર સ્થિત કૌસિયા પંચાયત ભવન પાસે બનેલા પૌરાણિક શિવ મંદિરનો છે. એવો દાવો કરવામાં આવ્યો હતો કે નંદી બાબા આશ્ચર્યજનક રીતે ગંગાજળ પી રહ્યા છે. આ ચમત્કાર જોવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ગંગાજળ પીવડાવતા ભક્તોએ ભોલેનાથના જાપ શરૂ કર્યા. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ મંદિર ઘણું જૂનું છે, જેના કારણે લોકોમાં આસ્થા છે.
પંડિતો અને ભક્તોએ ઘણી વખત પ્રયાસ કર્યો હતો કે શું નંદી મહારાજ ખરેખર પાણી પી રહ્યા છે. શ્રાવણ મહિનામાં નંદી બાબાને ગંગાજળ અર્પણ કરવા માટે ભક્તોનો ધસારો હતો. લોકોએ ધીમે ધીમે નંદી બાબાને ચમચીથી ગંગાજળ પીવડાવ્યું. જ્યારે આ સમાચાર આસપાસના વિસ્તારમાં પહોંચ્યા અને ત્યાંના લોકોએ તો પૂજા-અર્ચના શરુ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.