સુરતમાં બોર્ડની પરીક્ષા પહેલા ધો.12ની વિદ્યાર્થિનીનો આપઘાત, સુસાઈડ નોટ તમામ માતા-પિતા માટે લાલબતી સમાન

સુરત(Surat): શહેરના સચિન(Sachin) વિસ્તારમાં 17 વર્ષીય વિદ્યાર્થીનીએ બોર્ડની પરીક્ષા(Board Exam)ના એક દિવસ પહેલા ગળાફાંસો ખાઈને જીવનનો અંત આણી લેતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા સચિન પોલીસ દ્વારા આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વિદ્યાર્થીનીએ અચાનક જ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના સચિન વિસ્તારના બોણંદ ગામના ડુંગરી ફળિયામાં નાના સાથે રહેતી અને ભરી ગામ ખાતે આવેલ મોસમ હાઈસ્કૂલમાં ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરી રહેલ 17 વર્ષીય રોશની રાઠોડ નામની વિદ્યાર્થીનીએ ઘરના રસોડામાં જ ગળાફાંસો ખાઈને જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. સમગ્ર ઘટના અંગે ની જાણ પોલીસને કરવામાં આવતા સચિન પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને રોશનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા પરિવારજનોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

આ દરમિયાન રોશનીના ભાઈ સુનિલે પોલીસને જણાવતા કહ્યું હતું કે, મારી બહેન 12 મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. 17 માર્ચના રોજ પરીક્ષાનું પ્રથમ પેપર હતું. મારી બહેન રોશની ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. અભ્યાસનું તેને કોઈપણ પ્રકારનું પ્રેશર હતું નહીં. ગામના છોકરા સાથે વાત ન કરવા દેતા. પરીક્ષા પહેલા જ આપઘાત કરી લીધો છે.

સુનિલે જણાવતા કહ્યું હતું કે, રોશનીના ગામમાં જ રહેતા એક યુવક સાથે વાત કરી રહી હતી. ઘરના સભ્યોને યુવક યોગ્ય ન લાગવાથી તેની સાથે વાત કરવાની ના પાડી દીધી હતી અને પરીક્ષા પર ધ્યાન આપવા માટે કહેવામાં આવ્યું હતું. જેને લઈને રોશની આપઘાત કરી લીધો છે. રોશની એ સુસાઇડ નોટમાં પણ લખ્યું હતું કે, મને છોકરા સાથે વાત કરવાની ના પાડી એટલે માટે હું આપઘાત કરું છું.

ઉલ્લેખનીય છે કે, રોશનીના આપઘાતથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યુ છે. હાલમાં પોલીસ દ્વારા વિદ્યાર્થીની સુસાઇડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *