રાજકોટમાં ધો.12ના વિદ્યાર્થીનું હાર્ટ-એટેકથી મોતની શંકા- સ્કૂલમાં પરીક્ષા આપતા સમયે ચક્કર આવતાં જ ઢળી પડ્યો

Rajkot student died of heart attack: “ઝીંદગી એક સફર હૈ સુહાના…યહા કલ કયાં હો કીસને જાના….” હાલના સમયમાં આ પંકીત એકદમ સાચી સાબિત થઇ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને હાલના સમયમાં યુવાનોમાં સતત કાર્ડીયાક એરેસ્ટના તથા હાર્ટ એટેકનાના પ્રમાણમાં ચીંતાજનક વધારો થઇ રહ્યો છે, તે ખુબ જ આઘાતજનક છે. મહત્વનું છે કે, કોઈ પણ પ્રકારની બિમારી ન હોય તેમ છતાં લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ચિંતા એ વાતની છે કે ક્રિકેટ રમત રમતા જ યુવાનો હ્રદયરોગના હુમલાના શિકાર બની રહ્યા છે.

હાલમાં આવી જ એક ઘટના સામે આવી છે. રાજકોટમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં પરીક્ષામાં પેપર આપતી વખતે ધો.12નો વિદ્યાર્થી ચક્કર ખાઇને બેભાન થઈ ઢળી પડ્યો હતો, આમ અચાનક વિદ્યાર્થી બેભાન થઇ જતા તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો.

મળતી માહિતી અનુસાર, વિદ્યાર્થીનું નામ મુદિત અક્ષયભાઈ નડિયાપરા છે.(Class 12 student dies of heart attack in Rajkot) મૃત જાહેર કરતા પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા છે. પુત્રના મોતથી પિતા હોસ્પિટલમાં ભાંગી પડ્યા હતા.

મુદિતને પરીક્ષા હોવાથી સારી રીતે વાંચ્યું હતું. તેની તબિયત ખરાબ હોય તેવું શિક્ષકોને જરા પણ લાગતું નહોતું. મુદિત નડિયાપરાની ઉંમર 17 વર્ષ છે અને ધો. 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. મુદિતના પિતા અક્ષયભાઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી તરીકે ફરજ બજાવે છે.

મુદિતના પિતાએ હોસ્પિટલમાં રડતા રડતા ભારે હૈયે જણાવ્યું હતું કે, મુદિત સ્કૂલે ગયો હતો, જ્યાં તેને ચક્કર આવતા પડી ગયો અને બેભાન થઈ ગયો હતો. બીજી તો કોઈ તકલીફ નહોતી, માત્ર તેને શરદીની એલર્જી હતી. પરિવારમાં ચાર સભ્યો હતા, હવે માત્ર ત્રણ જ રહ્યાં છે. ભગવાનની આગળ આપણું શું ચાલે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *