હાલમાં ચોમાસાની સારી એવી શરૂઆત થઈ ચુકી છે. ઘણી જગ્યાએથી તો આભ ભાટયાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. બુધવારનાં રોજ અમરનાથમાં અચાનક વાદળ ફાટવાથી સિંધ નદીનાં જળસ્તરમાં વધારો જોવા મળ્યો છે.
આ ઘટના પછીથી NDRFની ટીમ ઘટનાસ્થળ પર પહોંચવા માટે રવાના કરી દેવામાં આવી છે. આની સાથે જ આપને જણાવી દઈએ કે, અહીં અગાઉથી જ 2 ટીમને હાજર કરી દેવામાં આવી છે. આ વર્ષે અમરનાથ યાત્રાને સ્થગિત કરી દેવામાં આવી છે તેમજ જે સ્થળ પર દુર્ઘટના સર્જાઈ ત્યાં કોઈ યાત્રી હાજર ન હતા.
આની પહેલા પણ કિશ્તવાડ જિલ્લામાં આવેલ સૂદુર ગામમાં સવારનાં 4:30 વાગ્યાના સુમારે વાદળ ફાટી જવાથી કુલ 7 લોકોના મોત નીપજ્યા હતા જયારે કુલ 17 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આની સાથે જ અનેક મકાનો, ખેતરમાં રહેલા પાક તેમજ એક લઘુ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટને નુકસાન થયું હતું.
જમ્મુ-કાશ્મીર તંત્રના અધિકારીઓ આ સ્થિતિને લઈ એલર્ટ થયા છે. અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું હતું કે, કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં કારગિલના વિભિન્ન ક્ષેત્રોમાં એકસાથે 2 વાદળ ફાટવાથી લઘુ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ, અંદાજે 12 મકાન તેમજ પાકને ખુબ નુકસાન પહોંચ્યું છે.
બીજી બાજુ હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિમાં ઉદયપુરમાં આવેલ તોજિંગ નાલાનાં પૂરમાં કુલ 7 લોકોના મોત નીપજ્યા હતા તેમજ 2 લોકો ઈજાગ્રસ્ત તથા 3 લોકો લાપતા થયા છે. તેમણે જણાવ્યું હતું કે, કૂલ્લુ જિલ્લામાં એક મહિલા, તેના પુત્ર, એક જળવિદ્યુત પરિયોજના અધિકારી તેમજ દિલ્હીના એક પર્યટક સહિત કુલ 4 લોકોના મોતની આશંકા રહેલી છે. કિશ્તવાડમાં નાલા કિનારે આવેલ 19 ઘર, 21 ગૌશાળા તથા રાશન ડિપો સિવાય એક પુલ પણ વાદળ ફાટવાથી ક્ષતિગ્રસ્ત થયો છે.
અધિકારીઓ જણાવે છે કે, દચ્ચન તાલુકામાં આવેલ હોન્જર ગામમાં વાદળ ફાટી જવાથી લાપતા કુલ 14 લોકોને શોધવા માટે પોલીસ, સેના તેમજ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ દળ તરફથી સર્ચ તેમજ બચાવ અભિયાન ચલાવવામાં આવી કહ્યું છે. આની સાથે જ કિશ્તવાડ જિલ્લામાં વાદળ ફાટવાથી થયેલ જાનહાની પર શોક વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જણાવે છે કે, તેમને લોકોના મોત થવાથી ખુબ દુખ પહોંચ્યુ છે.
આની સાથે-સાથે PM મોદીએ પણ જણાવ્યું હતું કે, કેન્દ્ર કિશ્તવાડની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા તથા પોલીસ વડા દિલબાગ સિંહની સાથે વાતચીત કરીને વાદળ ફાટવાથી ઉભી થયેલ સ્થિતિની માહિતી મેળવવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.