નવી દિલ્હી(New Delhi): રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ(Pollution)ની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) તમામ પ્રકારના ફટાકડાના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધની જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે આ અંગે ટ્વિટ કરીને કહ્યું કે આ વર્ષે પણ દિવાળી પર ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવા(ban on fireworks on Diwali)માં આવી રહ્યો છે. જેથી લોકોના જીવ બચાવી શકાય. તમને જણાવી દઈએ કે દિવાળી આ વર્ષે 4 નવેમ્બરે ઉજવવામાં આવશે.
ફટાકડાના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ:
સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે, ગત વર્ષની જેમ છેલ્લા 3 વર્ષથી દિવાળી દરમિયાન દિલ્હીના પ્રદૂષણની ખતરનાક સ્થિતિને ધ્યાનમાં રાખીને, આ વખતે પણ તમામ પ્રકારના ફટાકડાના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જેથી લોકોના જીવન બચાવી શકાય.
અરવિંદ કેજરીવાલની ઉદ્યોગપતિઓને અપીલ:
મુખ્યમંત્રીએ કહ્યું, “ગયા વર્ષે, વેપારીઓ દ્વારા ફટાકડા સંગ્રહ કર્યા બાદ, પ્રદૂષણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મોડો સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જેના કારણે વેપારીઓને નુકસાન થયું હતું. તમામ વેપારીઓને અપીલ છે કે આ વખતે સંપૂર્ણ પ્રતિબંધને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારનો સંગ્રહ ન કરો.
એનજીટીના આદેશમાં સુપ્રીમ કોર્ટ દખલ નહીં કરે:
તમને જણાવી દઈએ કે ગયા મહિને સુપ્રીમ કોર્ટે ફટાકડા પર પ્રતિબંધ પર NGT ના આદેશમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, એનજીટીના આદેશમાં સ્પષ્ટ છે કે જે વિસ્તારોમાં હવાની ગુણવત્તા નબળી હશે ત્યાં ફટાકડાના વેચાણ અને સંચાલન પર પ્રતિબંધ રહેશે. હવાની ગુણવત્તા સારી હોય તેવા વિસ્તારોમાં પરવાનગી આપી શકાય છે. સુપ્રીમ કોર્ટે એનજીટીના આદેશ સામે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.