ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 138.68 મીટર સુધી છલોછલ- CMએ મા નર્મદાને ચૂંદડી અને શ્રીફળ અર્પણ કરીને નવા નીરના કર્યા વધામણા

CM Felicitated Narmada Neer: ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામી રહ્યો છે. અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણ નર્મદા ડેમમાં વરસાદની આવક ભારે માત્રમાં થઈ રહી છે. જેના કારણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ(CM Felicitated Narmada Neer) આ વર્ષે પ્રથમવાર સંપૂર્ણ ભરાઈ ગયો છે. નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટર પર પહોંચી ગઈ છે. નર્મદા ડેમમાં 18,62,960 ક્યૂસેક પાણીની આવક નોંધાઈ ચુકી છે. હાલ 23 દરવાજા 9.70 મીટર સુધી ખોલાયા છે.

ડેમના 23 દરવાજા ખોલીને 18,41,319 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નર્મદા જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. સાથે જ ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લામાં અધિકારીઓને હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે.

ભૂપેન્દ્ર પટેલે નર્મદા ડેમમાં નવા નીરના કર્યા વધામણા
નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નર્મદા ડેમની મુલાકાતે પહોંચ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે નર્મદા ડેમમાં નવા નીરના વધામણા કરી રહ્યા છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા SOUની આજુબાજુ બનાવેલ સરોવરમાં પાણી ફરી વળ્યાં છે.

જિલ્લા 800થી વધુ લોકોનું સ્થળાંતર
નર્મદા જિલ્લામાં વરસાદ પડતા અને સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા તિલકવાડા, નાંદોદ, રાજપીપળામાંથી 800 કરતા વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમથી 10 કિલોમીટર દૂર ગરુડેશ્વર મેઈન હાઇવે પર પાણી ભરાયા છે. નર્મદા નદીમાં પાણી છોડાતા હાઈવે બંધ કરવાની ફરજ પડી છે. પોલીસ દ્વારા હાઇવે પર આવતા વાહનોને રોકવામાં આવી રહ્યા છે.

નર્મદા જિલ્લા પોલીસ વડા રસ્તા પર ઉતર્યા
ગરુડેશ્વરથી રાજપીપલા જતો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ગરુડેશ્વર હાઇવે પર નર્મદા જિલ્લા પોલીસ વડા રસ્તા પર ઉતર્યા છે. નર્મદા ડેમમાંથી 10 કિલોમીટર દૂર વિયર ડેમ બનવવામાં આવ્યો છે. વિયર ડેમ ખાતે નર્મદા નદીનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. SOUની આજુબાજુ બનાવવામાં આવેલ સરોવરમાં પાણી ફરી વળ્યાં છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ પાણી ફરી વળ્યાં છે.

SDRFની ટીમો તૈનાત
નર્મદા જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે SDRFની ટીમો તૈનાત રાખવામાં આવી રહી છે. ભરૂચ, નર્મદા, વડોદરા જિલ્લા કર્મચારી-અધિકારીઓ સેન્ટડ બાય રખાયા છે. નીચાણવાળા વિસ્તારોને પૂરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *