ખેડામાં શિવજીની સવારી પર કોણ કરી ગયું પથ્થરમારો?

Stone pelting happened in Kheda district: હાલ રાજ્યભરમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે.તેમાં તારીખ 15 સપ્ટેમ્બરના રોજ શ્રાવણ માસનો છેલ્લા દિવસે એટલે કે અમાસના દિવસે હોવાથી રાજ્યના ખેડા જીલ્લામાં શિવજીની(Stone pelting happened in Kheda district) સવારી કાઢવામાં આવી હતી. શિવજીની આ સવારી સૈયદવાડા પાસેથી નીકળતા બે જૂથો સામે સામે આવી ગયા હતા અને પથ્થરમારો શરુ થઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર, ખેડાના ઠાસરામાં થયો બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બની છે. શ્રાવણ મહિનાની અમાસને લઈ ઠાસરા ગામમાં શિવજીની સવારી નીકળી હતી. શિવજીની સવારી ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો બે જૂથના લોકો આમને સામને આવી જતા આ ઘટના બની હતી.અને સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટનાની જાણ થતા ઠાસરા, ડાકોર, સેવાલિયા સહિતની પોલીસ તેમજ જિલ્લાની LCB સહિતનો કાફલો ઘટના સ્થળે તરત જ દોડી આવ્યો હતો. ખેડા જીલ્લાના ACP રાજેશ ગઢીયા, DYSPએ પણ ઘટના સ્થળ પર પહોંચી સમગ્ર ઘટનાના તાગ મેળવ્યા છે.

અત્ર ઉલેખીન્ય છે કે અગાઉ પણ આવી એક ઘટના બની ગયી હતી. રામનવમીના દિવસે પણ આવી ઘટના બની હતી. તે સમયે ઠાસરાના સાંઢેલીમાં થઈ હતી બબાલ, બે અલગ ઘટનાને જોડીને એક ઘટના બનાવીને ઉશ્કેરણીજનક વીડિયો બનાવમાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *