CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળશે અગત્યની કેબિનેટ બેઠક- લેવાઈ શકે છે આ અગત્યના નિર્ણયો

રાજ્ય (State) ના મુખ્યમંત્રી (Chief minister) ભૂપેન્દ્ર પટેલ (Bhupendra patel) ની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની આજે કેબિનેટ બેઠક (Cabinet meeting) મળનાર છે કે, જેમાં રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલા પાકના નુકસાન અંગે ચર્ચા કરવામાં આવશે એવું મનાઈ રહ્યું છે. આ બેઠકમાં પાક નુકસાન સર્વે અંગે પણ ચર્ચા કરવામાં આવશે તથા ખેડૂતોને આર્થિક સહાય આપવા અંગેનાં નિર્ણય લેવાય તેવું માનવામાં આવી રહ્યું છે.

રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે:
ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના મહામારી સામે એક થઈને લડી રહ્યો છે પરંતુ ખાસ કરીને તો હાલમાં ગુજરાતમાં એક પછી એક આવી રહી છે કે, જેનો સામનો રાજ્ય કરી રહ્યું છે. વર્ષ 2020માં અતિવૃષ્ટિનો માર ઝેલીને ઊભા થયેલા ગુજરાત વાસીઓ તૌક-તે વાવાઝોડાએ હેરાન હેરાન કરી નાખ્યા હતા.

આ વાવાઝોડામાં કરોડો રૂપિયાનું નુકસાન સમગ્ર રાજ્યને વેઠવું પડ્યું હતું. બાદમાં હવે ચોમાસામાં સૌરાષ્ટ્ર સહિત અનેકવિધ વિસ્તારોમાં વરસાદી આફત ત્રાટકતા મોટા નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. કેટલાક એવા પણ જિલ્લાઓ છે કે, જેમાં વર્ષ 2020માં થયેલ અતિવૃષ્ટિ તથા તૌક-તે વાવાઝોડાની નુકસાનીની સહાય સરકાર પાસે લેવાની બાકી છે.

ખેડૂતોને આર્થિક સહાય આપવા અંગેનો નિર્ણય લેવાઇ શકે:
ગીર-સોમનાથમાં 70,481 અસરગ્રસ્તોને મકાન સહાય ચૂકવી હતી તેમજ 40,698 અસરગ્રસ્તોને ઘરવખરી સહાય જયારે 1, 02,625 અસરગ્રસ્તોને કેશડોલ ચૂકવાઈ હતી. અમરેલી જિલ્લામાં 53,254 અસરગ્રસ્તોને મકાન સહાય, 49,594 અસરગ્રસ્તોને ઘરવખરી સહાય, 3,07,521 અસરગ્રસ્તને કેશડોલ સહાય ચૂકવવામાં આવી છે.

હજુ પણ બીજા જિલ્લાનાં ખેડૂતો તૌકતે વાવાઝોડાની સહાય મળશે તેવી આશ રાખીને બેઠા છે. બીજી બાજુ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તેમજ ખાસ કરીને તો જામનગર અને રાજકોટ પંથકમાં સપ્ટેમ્બર માસના અંત સુધીમાં પડેલા અનરાધાર વરસાદે ભયવાહ તારાજી સર્જી છે જેનો સર્વે સરકાર કરી રહી છે.

ટુંક જ સમયમાં સહાયની જાહેરાત પણ કરવામાં આવશે ત્યારે એ જોવું જ રહ્યું કે, કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે માગેલા 7239.47 કરોડના સહાય પેકેજ સામે કેટલા કરોડ મંજૂર કર્યા છે તેમજ ગુજરાત સરકાર કેટલા ઉમેરી અસરગ્રસ્તો સુધી સહાય પહોંચાડે છે એ જોવું જ રહ્યું.

શાળા ખોલવા અંગેની ચર્ચા:
સરકારની કેબિનેટ બેઠક મળનાર છે કે, જેમાં મુખ્યમંત્રી ધોરણ 1 થી 5ના વર્ગો ઓફલાઈન શરૂ કરવા અંગે પણ નિર્ણય લઈ શકે છે, જયારે પહેલા કોરોના સંક્રમણ કાબૂમાં આવતા જ ધોરણ 6 થી 8 નાં વર્ગો શરુ કરવા માટે મંજૂરી મળતા શરૂ કરવામાં આવ્યા છે તેમજ ધોરણ 9 થી 11ના વર્ગો પણ શરુ થઇ ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *