ગુજરાતના(Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Chief Minister Bhupendra Patel) કોમનમેનની જેમ સામાન્ય લોકોને મળી રહ્યા છે, અગાઉ તાજેતરમાં જ શીલજમાં પણ કાર્યકરો સાથે બાંકડે પેસીને ચા પીધી હતી. અગાઉ પણ જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારે કહ્યું હતું કે, મારો કાફલો પસાર થતો હોય ત્યારે કોઈ ટ્રાફિક રોકવામાં આવે નહી. ભૂપેન્દ્ર પટેલ સામાન્ય માણસની જેમ લોકોની વચ્ચે જઈ રહ્યા છે અને તેમની સાદગી લોકોને પસંદ આવી રહી છે.
આજે એટલે કે શનિવારે મુખ્યમંત્રી પોતાના કાફલા સાથે અમદાવાદ-રાજકોટ માર્ગના નવિનીકરણનું નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા. દરમિયાન બગોદરા પાસેની એક કાઠિયાવાડી હોટલમાં અચાનક કાફલો ઉભો રહી ગયો હતો અને મુખ્યમંત્રી હોટલમાં પહોંચી ગયા હતા અને ખાટલા ઉપર બેસીને ચાની ચૂસ્કી લીધી હતી. મુખ્યમંત્રીની સાથે અમદાવાદ ગ્રામ્ય એસપી પણ જાેવા મળ્યા હતા, બાદમાં અનેક સ્થાનિક લોકોએ મુખ્યમંત્રી સાથે ફોટા પડાવ્યા હતા અને અનેક લોકો મુખ્યમંત્રીની સાદગી ઉપર આફરીન પોકારી ઊઠ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાદગીને વળેલા છે અને વારંવાર તેઓ તેના દર્શન કરાવી રહ્યા છે. મુખ્યમંત્રી હોવા છતાં પણ તેમને કોઈ દંભ નથી કે કોઈ અભિમાન પણ જાેવા મળતું નથી. સચિવાલયમાં પણ તેઓ સામાન્ય માણસને આસાનીથી મળી રહે છે, પોતે કોમનમેન છે તેવો અહેસાસ તેઓ કરાવતા રહે છે ત્યારે તાજેતરમાં શીલજમાં પણ તેઓ ભાજપના જૂનાકાર્યકરોને મળવા પહોંચી ગયા હતા અને જ્યાં ખાટલા ઉપર બેસીને ચા પીધી હતી.
શનિવારે મુખ્યમંત્રી તેમના કાફલા સાથે અમદાવાદ- રાજકોટ હાઈવેના કામ નિરીક્ષણ પર નીકળ્યા હતાં તે દરમિયાન બગોદરા રોડ પર આવેલી કનૈયા હોટલમાં કાફલો થોભાવીને સામાન્ય માણસની જેમ ખાટલા ઉપર બેસીનેે ચા પીધી હતી. જેનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. આ વિડીયો વાયરલ થયા બાદ સૌ કોઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ સ્વભાવથી પ્રભાવિત થયા હતા.
તેમની સાથે મુખ્ય સચિવ પંકજ કુમાર અને અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્રસિંહ યાદવ પણ જાેવા મળ્યા હતા. અચાનક મુખ્યમંત્રીનો કાફલો હોટલમાં ધસી આવતાં એક તબક્કે હોટલનો સ્ટાફ પણ અસમંજસમાં મૂકાઈ ગયો હતો. જાે કે, મુખ્યમંત્રીએ સામાન્ય માણસની જેમ શાંતિથી ચાની ચૂસ્કી લીધી હતી અને એસપી જાેડે વાર્તાલાપ કર્યો હતો. બાદમાં હોટલ સ્ટાફથી લઈ અનેક લોકોએ મુખ્યમંત્રી સાથે ફોટો પડાવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.