હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. રાજ્યમાં પણ કોરોનાની મહામારી સતત વધતી જ જાય છે.ઘણીવાર રુપાણી સરકાર દ્વારા મહત્વનાં પગલા લેવામાં આવતાં હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે.
ગુજરાતમાં કોરોનાની મહામારી સતત વધતી જાય છે. આની સાથે જ સમગ્ર રાજ્યમાં કોરોના કેસમાં પણ દરરોજ વધતાં જ જાય છે. રાજ્યમાં બુધવારે કુલ 1,300 થી વધુ પોઝિટિવ કેસો સામે આવ્યા હતાં. રાજ્યમાં કોરોનાથી સંક્રમિત કેસનો આંકડો કુલ 1 લાખને પહોંચવા આવ્યો છે.
કોરોનાની સતત વધત જતી સંખ્યાની વચ્ચે હવે CM વિજય રૂપાણી દ્વારા તબીબોને ટકોર કરવામાં આવી છે.CM રૂપાણી દ્વારા સીનિયર તબીબોને ICU મુલાકાત લેવાંની સલાહ આપવામાં આવી છે. દિવસમાં ઓછામાં ઓછી કુલ 2 વાર મુલાકાત લેવાંની રાજ્યનાં CM રુપાણી દ્વારા સીનિયર તબીબોને સૂચના આપવામાં આવી છે.
CM રૂપાણીએ જણાવતાં કહ્યું, કે રાજ્યમાં કોરોનાનો સામનો કરી રહેલ દર્દીમાંથી વધારેમાં વધારે લોકો સાજા થવા જોઇએ. અહી ઉલ્લેખનીય છે, કે CM રૂપાણીએ રાજકોટમાં આવેલ સિવિલની વર્ચ્યુઅલ મુલાકાત લેવામાં આવી છે. આ મુલાકાતમાં એમણે ડેશબૉર્ડનાં માધ્યમથી તબીબ તેમજ નર્સની સાથે સંવાદ પણ સાધ્યો હતો.
CM રૂપાણીની સાથે આ વર્ચ્યુઅલ બેઠકમાં જયંતિ રવિ સહિત ઘણાં અધિકારીઓ જોડાયા હતાં. CM રૂપાણીએ તબીબોની મુલાકાતમાં એ વાત પર વધુ ભાર આપ્યો હતો, કે કોરોનાથી સંક્રમિત વધુમાં વધુ દર્દીઓ સાજા થવાં જોઇએ તથા સીનિયર ડૉક્ટરોએ દરરોજ ઓછામાં ઓછી કુલ 2 વાર ICUની મુલાકાત લેવી જોઈએ.
અહી ઉલ્લેખનીય છે, કે સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત કુલ 80,054 નાગરીકો સાજા થઈ ગયા છે. કુલ 3,048 નાં મોત નીપજ્યા છે. જ્યારે બુધવારે અંતિમ સ્થિતિ પ્રમાણે કુલ 15,948 સારવાર હેઠળનાં દર્દીઓ પૈકી કુલ 94 વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે તેમજ કુલ 15,854 સ્ટેબલ રહેલાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews