5 જુન એટલે વિશ્વ પયાવર્ણ દિવસ, આ દિવસ એટલા માટે ઉજવામાં આવે છે કે, હાલના સમયમાં પર્યાવરણને ખુબજ નુકસાન પહોચી રહ્યું છે.લોકો દિવસેને દિવસે વૃક્ષોને કાપી રહ્યા છે. અને તેના કારણે કુદરતી સંપતિને ખુબજ નુકશાન પહોચી રહ્યું છે.
આજે વિશ્વ પયાવર્ણ દિન નિમિત્તે અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા માટે મુખ્યમંત્ર વિજય રૂપાણીએ અમદાવાદમાં જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમનો પ્રારંભ કરાવ્યો હતો. અમદાવાદને સ્વચ્છ બનાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ પોલીસના સંયુક્ત ઉપક્રમે જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમમાં બે પોલીસકર્મી, મહાનગરપાલિકાના બે અધિકારી અને એક ડ્રાઈવર મળીને પાંચ લોકોની ટીમ હશે.
આ ટીમ જેટના લખાણવાળી ઈ-રીક્ષામાં અમદાવાદના 48 વોર્ડમાં ફરશે. આ ટીમ જાહેરમાં કચરો નાંખનાર, જાહેર રસ્તા પર પાન-મસાલાની પિચકારી મારનાર, જાહેરમાં પેશાબ કરનાર અને નો પાર્કિંગમાં વાહન પાર્કિંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરશે. ‘આદત બદલો તો અમદાવાદ બલાશે’ના સુત્રને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ જેટનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજે પાંચ જુન પર્યવરણ દિવસ છે અને આજના આ દિવસે અમદાવાદ મહાનગરપાલિકાએ વ્યાપક કાર્યક્રમો શરૂ કર્યા છે, આજથી જન ભાગીદારી સાથે જનતા સાથે જોડાઈ અને અમદાવાદનું ગ્રીન કવરેજ 15% સુધી પહોંચાડવું સાથે-સાથે વૃક્ષો વાવીને અમદાવાદમાં ટેમ્પરેચરને ઘટાડવું. સાબરમતી નદીમાં સંપૂણ પણે ગંદુ પાણી અને કચરાવાળું પાણી બંધ થાય તે માટે પગલાં લીધા છે.
હવે સાબરમતીમાં જેટલો કચરો છે, તે સાફ કરીને વરસાદનું નવું પાણી આવે અને તે એક નિર્મળ નદી તરીકે સાબરમતીને પ્રસ્થાપિત કરી રહ્યા છે. દરેક વોર્ડમાં ઈ-રીક્ષા આપી છે. જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ એટલે કે, પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓ કોઈ ગંદકી કરશે તો તેની સામે પગલાં લેશે. ગેરકાયદેસર અડચણરૂપ કોઈ એમ્પ્રોચમેન્ટ હશે તો તેને હટાવશે. સાથે જ કોઈ જાહેરમાં થુંકશે, પેશાબ કરશે, તો તેના પર પણ પગલાં લેવામાં આવશે અને દંડ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.