ભુપેન્દ્ર સરકારે જંત્રી અમલી કરવા અંગે લીધો મહત્વનો નિર્ણય- સમાચાર સાંભળીને બિલ્ડરો અને લોકો થઇ જશે ખુશ

ગુજરાત(Gujarat): ગઈકાલે મુખ્યમંત્રી કાર્યાલયમાં જંત્રી અંગે બિલ્ડરોના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. તો આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) સરકાર દ્વારા તાજેતરમાં જંત્રી દરમાં કરેલો વધારો 15 એપ્રિલથી અમલી કરવાનો એક મોટો અને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દ્વારા રાજ્યના રિયલ એસ્ટેટ ક્ષેત્ર(Real estate sector) અને જન-સામાન્યના વ્યાપક હિતમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, રાજ્યમાં તારીખ 04 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવેલા જંત્રી દરના વધારાનો અમલ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. એટલે કે, આગામી તારીખ 15/04/2023ના રોજથી જંત્રી દરમાં કરેલો વધારો અમલી કરવામાં આવશે.

મહત્વનું છે કે, ગુજરાતમાં નવા જંત્રીના દર રાતોરાત અમલી બનાવવાનો સરકાર દ્વારા 4 ફેબ્રુઆરીની મોડી સાંજે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. પરિપત્રમાં રહેલી જોગવાઈ અનુસાર, રાજ્યમાં જંત્રીનો દર બમણો કરી દેવામાં આવ્યો હતો. તેમજ આ દર તારીખ 5 ફેબ્રુઆરીથી જ અમલી બનાવવાનો એક મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો. પણ સરકારના એકાએક નિર્ણયને કારણે બિલ્ડર લોબીમાં ભારે રોષ સાથે અસંતોષ જોવા મળ્યો હતો. વિવિધ બિલ્ડર એસોસિએશન દ્વારા મુખ્યમંત્રી સાથે સોમવાર અને મંગળવાર ખાતે બેઠક પણ યોજવામાં આવી હતી. જો કે બિલ્ડર્સની માગ અંગે વિચારણાં કરવા માટે મુખ્યમંત્રી દ્વારા બાંહેધરી પણ આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીની બાંહેધરી છતાં કોઈ નિરાકરણ ના આવવાને કારણે ગઈકાલે રાજ્યભરમાં દરેક જિલ્લા કલેક્ટરને બિલ્ડર એસોસિએશન દ્વારા જિલ્લા સ્તરે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. બીજી બાજુ સુપ્રિટેન્ડેન્ટ સ્ટેમ્પ ડ્યુટી સાથે મુખ્યમંત્રી દ્વારા ગઈકાલે બેઠક પણ કરવામાં આવી હતી અને જંત્રીના દર અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, આજે સવારે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સત્તાવાર સંદેશો મોકલવામાં આવ્યો હતો. આ સંદેશામાં રાજ્યમાં નવા જંત્રીના દર તારીખ 15 એપ્રિલ, 2023થી અમલી બનાવવામાં આવશે તેવી માહિતી મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આપવામાં આવી હતી. આ ઉપરાંત હાલ પૂરતા નવા દરનું અમલીકરણ મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનો એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *