ગુજરાત(Gujarat): રાજ્યમાં ફરી એકવાર સીંગતેલના ભાવમાં વધારો થયો છે. મળતી વિગતો મુજબ 10 દિવસમાં સીંગતેલના ડબ્બે 60 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ બાજુ ફરી સીંગતેલના ભાવમાં વધારો થતા ગૃહીણીઓનું બજેટ ખોરવાય ગયું છે. ઉલ્લેખનીય છે કે, 17 માર્ચના રોજ સીંગતેલ ડબ્બાનો ભાવ 2970 રૂપિયાનો થયો હતો.
મહત્વનું છે કે, રાજ્યમાં સીંગતેલ ડબ્બાનો ભાવ 2970 રૂપિયાનો થયો હતો. જેને કારણે કપાસિયા, પામોલીન તેલમાં નરમ વલણ જોવા મળી રહ્યું છે. વેપારીઓના માટે મગફળીની આવક ઓછી હોવાને કારણે પીલાણ પણ ઘટવા પામ્યું છે. અત્યારે સોરાષ્ટ્રની ઓઇલ મિલમાં 20 થી 50 % જ કામકાજ હોવાનું ઓઇલ મિલરો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
વેપારીઓના જણાવ્યા મુજબ, સીંગતેલમાં હજુ ભાવ વધવાની પૂરેપૂરી શકયતાઓ સેવાઈ રહી છે. સીંગતેલના ભાવમાં વધારો ઝીંકવામાં આવશે તો એની અસર કપાસિયા અને સાઈડ તેલ પર પણ જોવા મળશે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને લીધે હાલ લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખાદ્યતેલ મોંઘા થવા સાથે બજારૂ ફરસાણ, ખાદ્યચીજોમાં ભેળસેળ કે વાસી દાઝ્યુ તેલ વાપરવાનું જોખમ પણ વધવા લાગ્યું છે. ખાદ્યતેલોમાં થઇ રહેલા આસમાની ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.