ગુજરાત(Gujarat): રાજ્યમાં કોરોના(Corona)ની સાથે સાથે ઓમિક્રોને(Omicron) પણ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના કેસો અને ઓમિક્રોનના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. જેને કારણે ગુજરાતીઓનું ટેન્શન વધ્યું છે. સતત વધી રહેલા કેસને ધ્યાને લઈને આપણે સૌએ સાવચેત અને સતર્ક રહેવું ખુબ જ જરૂરી છે. શાળા ખુલતા હવે વિધાર્થીઓ પણ અસુરક્ષિત થયા છે.
Following the increase in Covid cases, we have decided to close pre-primary, primary, classes from 1-8 and Anganwadi centres in Diu. We request the tourists to take all precautionary measures and keep themselves safe: Saloni Rai, Collector, Diu pic.twitter.com/BHXROMZjDW
— ANI (@ANI) January 6, 2022
ત્યારે હવે કેન્દ્ર સાશીત દીવ(Diu)ના કલેકટર સલોની રાયે(Saloni Rai) કહ્યું છે કે, કોવિડના કેસોમાં થયેલા વધારાને પગલે, અમે દીવમાં પૂર્વ-પ્રાથમિક, પ્રાથમિક, ધોરણ 1-8 અને આંગણવાડી કેન્દ્રો બંધ કરવાનો નિર્ણય લીધો છે. અમે પ્રવાસીઓને તમામ સાવચેતીનાં પગલાં લેવા અને પોતાને સુરક્ષિત રાખવા વિનંતી કરીએ છીએ.
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના કેસ:
ગુજરાતમાં કોરોનાના સંક્રમણની સાથે ઓમિક્રોનનું સંક્રમણ પણ દિવસેને દિવસે વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 3350 કેસ સામે આવતા ફફડાટ મચી જવા પામ્યો છે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ અમદાવાદમાં 1660 કેસ સામે સામે આવ્યા છે. જ્યારે સુરતમાં 690 કોરોના કેસ તો વડોદરામાં 181 કેસ અને રાજકોટમાં 159 કોરોના કેસ સામે આવ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1 દર્દીનુ મૃત્યુ નીપજ્યું છે જ્યારે વેન્ટિલેટર પર 32 દર્દીઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે તો 236 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. જેથી હવે રાજ્યમાં 10,994 કોરોના એક્ટિવ કેસ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 5.26 લાખ લોકોમાંથી 2.80 લાખ બાળકોને વેક્સિન આપવામાં આવી છે. રાજ્યમાં કુલ 9.18 કરોડ વેક્સિન ડોઝ અત્યાર સુધી આપી દેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.