દેશની માટે અનેક સૈનિકો બોર્ડર પર શહીદ થતાં હોય છે. એમની વીરગતિને સમ્માન આપવા માટે એમને એવોર્ડ આપવામાં આવતા હોય છે ત્યારે હાલમાં આવી જ એક જાણકારી સામે આવી રહી છે. જૂન વર્ષ 2020માં ચીન સામે લદ્દાખની ગલવાન ઘાટીમાં થયેલ અથડામણમાં શહીદ થયેલ કર્નલ સંતોષ બાબુબે મરણોત્તર સેનાનું બીજું સૌથી મોટું સન્માન મહાવીર ચક્રથી સન્માનિત કરવામાં આવશે. આ સન્માન 26 જાન્યુઆરીનાં રોજ મરણોત્તર કર્નલ સંતોષ બાબુને આપવામાં આવશે.
પુલવામાના શહીદ ASI મોહન લાલને શૌર્ય પુરસ્કાર :
પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા ASI મોહનલાલને આ વર્ષે શૌર્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. મોહનલાલે જ IED લાગેલી કારની ઓળખ કરી હતી. આની સાથે તાત્કાલિક મોરચો સંભાળતા આતંકવાદીઓ પર ફાયરિંગની શરૂઆત કરી દીધી હતી.
946 જવાનોને અલગ-અલગ સેવા માટે સન્માન :
કુલ 2 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ શૌર્ય ચંદ્રક, કુલ 205 જવાનોને પોલીસ મેડલ માટે શોર્ય પુરસ્કાર, કુલ 89 સૈનિકોને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ તથા કુલ 650 જવાનોને પ્રશંસનીય સેવા માટે પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે.
જેના પૈકી CRPFના કુલ 131 તથા BSFના કુલ 71 જવાનનો સમાવેશ થાય છે. જેમાં જમ્મુ-કાશ્મીરના કુલ 71, ઉત્તરપ્રદેશના કુલ 87 તથા મહારાષ્ટ્રના કુલ 57 નો સમાવેશ થાય છે.
ગલવાનમાં આપના કુલ 20 જવાન શહીદ થયા હતા, ચીનના 40થી વધુ માર્યા ગયા હતા :
જૂન વર્ષ 2020માં લદ્દાખની ગાલવાન ઘાટીમાં ચીનની સેનાની સાથે બિહાર રેજિમેન્ટના કુલ 16 જવાનોનની અથડામણ સર્જાઈ હતી. ખરેખર, ચીની સૈનિક ભારતીયો સરહદમાં ઘૂસી આવ્યા હતા, જેને આપણા સૈનિકોએ પરત ધકેલી દીધા હતા.
આ દરમિયાન સર્જાયેલ ઘર્ષણ હિંસા સુધી પહોંચી ગયું હતુ. આ ઘટનામાં આપણાં કુલ 20 સૈનિકો શહીદ થયા હતા, જ્યારે ચીનના કુલ 40થી વધારે સૈનિકોને આપણા બહાદુર જવાનોએ મારી નાખ્યા હતા. અહીં કમાન્ડિંગ ઓફિસર કર્નલ સંતોષ બાબુ જ હતા. જો કે, ચીને હજુ સુધી પોતાના મૃત સૈનિકોનાં આંકડા જાહેર કર્યાં નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle