મારી બાયડી અને સાસુ-સસરાએ એટલો ત્રાસ આપ્યો કે, હવે આત્મહત્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી- સુસાઇડ નોટ લખીને…

હાલમાં 31 વર્ષના યુવાને ઘર કંકાસમાં ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. યુવાને અંતિમ ચિઠ્ઠીમાં લખ્યું છે કે, મારા સાસુ-સસરા તથા મારી પત્નીના ત્રાસ બાદ મારા માટે આત્મહત્યા કરવા સિવાય કોઇ ઉપાય બાકી રહેતો નથી. હું આત્મહત્યા કરી રહ્યો છું, તે આત્મહત્યા નથી, પણ મર્ડર છે. મને મરવા માટે મજબૂર કરનારા મારી પત્ની તથા તેના મા-બાપને સજા થાય, એવી મારી આશા છે. બીજી બાજુ યુવાનની માતાએ પણ કેનાલમાં કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, લોકોએ તેમને બચાવી લીધા હતા.

જાણવા મળ્યું છે કે, શિરીષ હસમુખભાઇ દરજીએ વકીલાતનો અભ્યાસ કર્યો હતો અને હાલ તે પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો. શિરીષે પોતાના ઘરના રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. રૂમની અંદર ગયા બાદ વધુ સમય થયો હોવા છતાં રૂમનો દરવાજો ન ખોલતા સોસાયટીના રહીશો અને પરિવારના સભ્યો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચીને રૂમ ખોલી હતી.

રૂમનો દરવાજો ખોલતા શિરીષ દરજી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ડોકટરે શિરીષને મૃત જાહેર કર્યો હતો. સ્થાનિક પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસને મૃતદેહ પાસેથી શિરીષે લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેના આધારે વધુ તપાસ શરૂ કરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આર્થિક સંકડામણ અને ઘરેલુ ઝઘડાના કારણે શિરીષ દરજીએ આત્મહત્યા કરી લીધી હતી.

હું શું કહું તે મને સમજાતુ નથી. હું મારી હાર પહેલેથી જ માની ચુક્યો છું, ને હાર માનીને પહેલા પણ ઘર છોડીને જતો રહ્યો હતો. પણ હું મારા મમ્મી તથા ભાઇનું વિચારીને પાછો આવી ગયો હતો. મારા પાછા આવ્યા બાદ પણ મારી પત્ની મોનિકા દ્વારા મને ટોર્ચર કરવાનું બંધ કરવામાં ન આવતા તથા સાસુ-સસરા દ્વારા પણ તેને સમજાવવામાં ન આવતાં, મે મારા દ્વારા બનતા બધાં પ્રયત્નો કર્યાં કે મારા દ્વારા મારી પત્ની તથા તેના મા-બાપ માની જાય અને આ સમસ્યાનો ઉકેલ આવી જાય. પણ આખરે મારા સાસુ-સસરા તથા મારી પત્નીના ત્રાસ બાદ મારા માટે આત્મહત્યા કરવા સિવાયનો કોઇ ઓપ્શન બાકી રહેતો નથી. આ ઘટના વડોદરા નજીક આવેલા કરચિયા ગામ પાસે આવેલી આમ્રપાલી સોસાયટીમાં બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *