વડોદરામાં કાશ્મીર જેવી ઘટના: પાદરામાં મોડી રાત્રે બે કોમ વચ્ચે ધીંગાણું- પોલીસે 10થી વધુ લોકોની કરી અટકાયત

Published on Trishul News at 12:47 PM, Sat, 30 September 2023

Last modified on September 30th, 2023 at 12:52 PM

Vadodara News: ગુજરાત રાજ્ય સહિત આખા દેશભરમાં ગણપતિ વિસર્જન અને ઈદનો તહેવારની ઉજવાણી કરવામાં આવી હતી, જયારે આ તહેવાર પર વડોદરાના (Vadodara News) પાદરામાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.પાદરામાં કોમી છમકલાથી બે કોમના લોકો સામ સામે આવી ગયા હતા. અને તેના કારણે મોડી રાત્રે બે કોમ વચ્ચે ધીંગાણું થયું હતું, જે પછી પોલીસ દોડતી થઈ હતી. જે બાદ પોલીસે મોડી રાતે કોમ્બિંગ હાથ ધરી 10થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

બે કોમના ટોળા આવી ગયા સામ-સામે
વડોદરાના પાદરામાં આવેલા અંબાજી તળાવ પાસે કેટલાક યુવકો મંદિર નજીક પ્રસાદનું વિતરણ કરી રહ્યા હતા. ત્યારે નીકળેલા જુલુસમાં સામેલ કેટલાક યુવકો દ્વારા વાંધાજનક ઈશારા અને લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દોનો ઉચ્ચારણ કરતા આ સમગ્ર મામલો ગરમાયો હતો. આ પછી બંને કોમના ટોળા સામસામે આવી જતા પરિસ્થિતિએ એક જંગ બની ગઈ હતી. આ સમયે હિન્દુ એકતા સંગઠનના યુવકની સોનાની ચેન પણ લૂંટી લેવામાં આવી હતી.

જિલ્લાની પોલીસ બોલાવી લેવાઈ
જે પછી હિન્દુ સંગઠનોના લોકો મોટી સંખ્યામાં પાદરા પોલીસ સ્ટેશન ખાતે પોહચી ગયા હતા અને પોલીસ સ્ટેશન ખાતે હોબાળો મચાવીને દોષિતોને કડક સજાની માંગ કરવામાં આવી હતી. હિન્દુ સંગઠને તાત્કાલિક ધોરણે આરોપીઓને પકડવાની ઘણી માંગ કરી હતી. પાદરા પોલીસ મથકે 13 લોકો સામે નામજોગ ફરિયાદ પણ નોધી હતી. રાત્રી દરમિયાન મામલો બિચકતા જિલ્લાની પોલીસ બોલાવી લેવામાં આવી હતી. તો ઘટનાને લઇ SP રોહન આનંદ પાદરા પોલીસ મથક ખાતે પણ તરત જ દોડી આવ્યા હતા.

10થી વધુ લોકોની અટકાયત
ત્યારપછી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી, પાદરાના વિવિધ વિસ્તારોમાં પોલીસે મોડી રાત્રે કોમ્બિંગ પણ હાથ ધર્યું હતું. તે દરમિયાન પોલીસે 10થી વધુ શખ્સોને રાઉન્ડઅપ કર્યા હતા.

Be the first to comment on "વડોદરામાં કાશ્મીર જેવી ઘટના: પાદરામાં મોડી રાત્રે બે કોમ વચ્ચે ધીંગાણું- પોલીસે 10થી વધુ લોકોની કરી અટકાયત"

Leave a comment

Your email address will not be published.


*