બેન્કિંગ ક્ષેત્રની પરીક્ષા આપવા વાળા વિદ્યાર્થીઓ માટે એક સારી ખબર છે. હવે બેન્કિંગની પરીક્ષામાં તમારી પાસે ભાષાઓ ની પસંદગી કરવાની સુવિધા આપવામાં આવી છે. તમે હિંદી અને અંગ્રેજી ઉપરાંત તમારી પ્રાંતીય ભાષામાં પણ પરીક્ષા આપવાનો અવસર મળશે. બેન્કિંગ ની પરીક્ષા હવે સ્થાનિક ભાષામાં આયોજિત કરવામાં આવશે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી છે.ખરેખર દક્ષિણના રાજ્યો ના ઘણા સાંસદોની આ માંગ હતી કે બેન્કિંગ પરીક્ષા હિન્દી અને અંગ્રેજી ઉપરાંત ક્ષત્રિય ભાષામાં પણ આયોજિત કરવી જોઈએ.ગુરુવાર 4 જુલાઈ 2019 લોકસભા સત્ર દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણે સાંસદોની આ માંગને સ્વીકારી હતી.
નાણામંત્રીએ કહ્યું કે ક્ષેત્રીય સ્તર ઉપર યુવાનોને રોજગાર ના બરોબર અવસર દેવા માટે સરકારે આ ફેંસલો લીધો છે. ઇન્સ્ટીટ્યુટ ઓફ બેંક ઇન પર્સનલ સિલેક્શન દ્વારા આયોજિત regional rural bank ની scale 1 અને ઓફિસ આસિસ્ટન્ટ પરીક્ષા હવે 13 સ્થાનિક ભાષામાં થશે.
Examination for Regional Rural Banks to be conducted in 13 regional languages: Smt @nsitharaman@PIB_India @MIB_India @BJPLive pic.twitter.com/eutp9Vp1BI
— NSitharamanOffice (@nsitharamanoffc) July 4, 2019
આ ભાષાઓ નીચે જણાવ્યા મુજબ છે.
બંગાળી, ગુજરાતી ,કન્નડ ,કોંકણી, મલયાલમ ,મણિપુરી ,મરાઠી ઉડિયા, પંજાબી તમિલ, તેલુગુ, ઉર્દુ અને આસામી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.