Complaint against BM Motor Driving Training School: સુરત શહેરમાં દિવસે ને દિવસે ભારે વાહનો દ્વારા થઈ રહેલા ગંભીર અકસ્માતોની સંખ્યામાં ખુબ વધારો થઈ રહ્યો છે. બીજી તરફ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલમાં(Complaint against BM Motor Driving Training School) પ્રમાણપત્રોમાં ખોટા મળતા હોવાની ફરિયાદ પણ સામે આવતી હોય છે. હવે આ ફરિયાદને વાહન વ્યવહાર વિભાગના મંત્રી અને કમિશનરને કરવામાં આવી રહી છે
ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલના સંચાલકો દ્વારા સરકારે નિયત કરેલા અનુભવના આધારે વગર પરીક્ષાએ સર્ટિફિકેટ રીસીવ કરી દેવામાં આવ્યા છે. જે ખરેખર માર્ગ સલામતી થી વિરુદ્ધ જઈ રહ્યું છે. કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયક ઉચ્ચ અધિકારીઓને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, આરટીઓ પાસેથી માહિતી અધિકાર અધિનિયમ 2005 એક્ટ હેઠળ પ્રાપ્તિ થયેલી માહિતી અનુસાર કોઈએ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ખોલવી હોય તો તે વ્યકિત ઓટોમોબાઇલ એન્જિનિયર હોવો જરૂરી છે. પરંતુ શહેરના પાલ વિસ્તારમાં આવેલા એક મોટર ડ્રાઇવિંગ સ્કૂલકે જેમાં ત્રણ સંચાલક પાટનર છે. મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલની નોંધણીના સમયે આપવામાં આવેલી ઈન્સ્ટકતર ની માહિતી અનુસાર ત્રણ પૈકી એક સંચાલક ઓટોમોબાઇલ એન્જિનિયર હોવો જરૂરી છે.
જેથી એ વ્યકિત વાહનો ચલાવવાની યોગ્ય ટ્રેનિંગ આપી શકે પરંતુ બી એમ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલના ઇન્સ્ટ્રક્ટર પોતે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂશન્સ (ITI)માં છેલ્લા કેટલા વર્ષોથી સેક્ટર તરીકે સરકારી નોકરીમાં ફરજ બજાવી રહ્યા છે.આ સમયગાળામાં બી એમ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલના માધ્યમથી અનેક લોકોને પરીક્ષા અને ટ્રેનિંગ વગર લાઇસન્સ આપવામાં આવી રહ્યા છે. બીએમ મોટા ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલના ઇન્સ્પેક્ટર પોતે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં તરીકે ફરજ બજાવતા હોય તો કયા સમયે બીએમ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ સમય આવતા હશે.
વધુમાં ફરિયાદમાં જણાવ્યું છે કે, બીએમ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ દ્વારા તાલીમાર્થીઓને કોઈપણ જાતની તાલીમ આપ્યા વગર જ ફોર્મ નંબર 5 ઇસ્યુ કરી દેવામાં આવે છે. તેથી આ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ દ્વારા આજદિન સુધી જે પણ તાલીમાર્થીઓને તાલીમ આપી ફોર્મ–5 ઈસ્યુ કરી આપની કચેરી દ્વાર હેવી ડ્રાઈવીંગ લાયસન્સ ઈસ્યુ કરવામાં આવેલ હોય તેવા તમામ તાલીમાર્થીઓને ઉલટ તપાસ કરી જો કોઈપણ જાતની તાલીમ આપ્યા વગર ફોમ-5 ઈસ્યુ કરી લાયસન્સ મેળવી આપવામાં મદદ કરેલ હોય તો તેવા તમામ લાયસન્સો રદ કરવામા આવે તથા સરકાર ને ગેરમાર્ગે દોરી હેવી ડ્રાઈવીંગ લાયસન્સ ઈસ્યુ કરવા માતે બી.એમ.મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ના સંચાલકો સામે તત્કાલ કાયદેસરની કાર્યવાહી કરવામા આવે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube