હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ઘણી કંપનીઓએ પોતાનાં કર્મચારીઓનાં વેતનમાં પણ ઘણો ઘટાડો કર્યો છે. કોરોનાને કારણે લોકોનાં ધંધા-રોજગાર પણ ભાંગી પડ્યાં છે. ત્યારે હાલમાં જ મહેસાણામાં આવેલ ખુબ જ જાણીતી એવી દૂધસાગર ડેરીનાં એક સમાચાર સામે આવી રહ્યાં છે.મહેસાણામાં આવેલ દૂધસાગર ડેરીનાં ભેળસેળયુક્ત ઘી નાં મામલે વહીવટીતંત્ર તેમજ ડેરીનાં સત્તાધીશો સામ-સામે આવી ગયાં છે.
ગત 24 જુલાઇને શુક્રવારનાં રોજ ‘ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ’ તથા B – ડીવીઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથમાં ધરીને દૂધસાગર ડેરીનાં ઘી નાં કુલ 2 ટેન્કર જપ્ત કર્યાં હતાં. ઘી નાં નમૂના લઈને લેબોરેટરીમાં પરિક્ષણ માટે મોકલાતાં આગામી દિવસોમાં આ બાબતે સહકારી રાજકારણ પણ ગરમાય ચુક્યું છે.
હવે મહેસાણામાં આવેલ દૂધસાગર ડેરીનાં ઘી માં ભેળસેળની બાબતે મહેસાણાની B – ડિવિઝન પોલીસ મથકે એક ફરિયાદ પણ દાખલ કરી છે. દૂધસાગર ડેરીનાં ચેરમેન, વાઇસ ચેરમેન, MD, લેબ હેડ તેમજ ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર સહિત કુલ 5 લોકોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
વાઇસ ચેરમેન તથા MD ની પોલીસે હસ્તગત કરીને પૂછપરછ પણ કરી છે. બંનેને હાલમાં વડનગરની કોવિડ-19 હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ પછી જ અટકાયત કરવામાં આવશે. વિસનગર dysp ની અધ્યક્ષતામાં જ કુલ 5 સભ્યોની સીટની ટીમ આ બાબતે કાર્યવાહી કરી રહી છે.
મોડી રાત્રે નોધાયેલ ફરિયાદ પછી આ કાર્યવાહી કરવામાં આવી છે. દૂધસાગર ડેરીનાં ટેન્કરમાંથી ભેળસેળયુક્ત ઘી પકડાયાં પછી ફેડરેશન દ્વારા ડેરીનાં સત્તાધીશોને નોટિસ પાઠવીને તપાસ કરીને જવાબદારોની સામે કાર્યવાહી કરવાં માટે આદેશ પણ કર્યો હતો.
ત્યારપછી, ભેળસેળયુક્ત ઘી પ્રકરણમાં રાજ્ય સહકારી રજિસ્ટ્રારે ડેરીનાં નિયામક મંડળને પત્ર લખીને MD ને ફરજમાંથી મોકુફ કરવાં માટેનો પણ આદેશ કર્યો હતો. ગત 24 જુલાઇનાં રોજ ‘ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ’ તથા B – ડીવીઝનની પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ડેરીનાં કુલ 2 ટેન્કર પકડીને પોલીસ હેડ ક્વાર્ટરમાં મૂકી દેવામાં આવ્યાં હતાં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP