ગુજરાત(Gujarat): CRPFના જવાન સામે દુષ્કર્મ અને છેતરપિંડીની ફરિયાદ થઇ હોવાની ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો નવસારી(Navsari) ખાતે રહેતા અને CRPFમાં પેરા કમાન્ડો(CRPF Para Commando) તરીકે ફરજ બજાવી રહેલા જવાને શહેરમાં જ રહેતી યુવતી સાથે ઓળખાણ કેળવી હતી અને ત્યારબાદ દુષ્કર્મ ગુજાર્યાની અને કુલ 74,83,317ની છેતરપિંડી(Fraud) કરી હોવાની ફરિયાદ દાખલ થઇ છે. યુવતી દ્વારા નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આરોપી: મનીષ રાજપૂત
મળતી માહિતી અનુસાર, નવસારી શહેરમાં રહેતી યુવતીની 2022માં અમદાવાદના વસ્ત્રાલ ખાતે CRPFમાં પેરાકમાન્ડો તરીકે નોકરી કરતા મનીષકુમાર માર્કન્ડેયસિંહ રાજપુત સાથે ઓળખાણ થઇ હતી.આરોપીએ પીડિતાને વિશ્વાસમાં લઈ અનેકવાર શારીરિક સબંધ પણ બાંધ્યા હતા. આ સાથે મનીષ રાજપૂતે યુવતીને જણાવ્યું હતું કે, તેની દિલ્હી, ગાંધીનગર, સુરત તથા અમદાવાદમાં સારી ઓળખાણ છે.
આરોપી: મનીષ રાજપૂત
વધુમાં તેમણે જણાવતા કહ્યું હતું કે, દિલ્હીના VVIP જેવા કે PM,CM,હોમ મિનિસ્ટર,રાજ્યપાલ, રાષ્ટ્રપતી જેઓ એક વાર ફોર વ્હીલ ગાડી ઉપયોગ કરીને તેની હરાજી કરવામાં આવતી હોય છે. દિલ્હી તેના મીત્ર રાકેશભાઈ કે, જેઓ શ્રીનગરમાં મારી સાથે નોકરી કરતા હતા અને તેમના શ્રીનગર ખાતે બ્લાસ્ટ થવાને કારણે બંને પગ કપાય ગયા હતા.
આરોપી: મનીષ રાજપૂત
જેને કારણે સરકારે રાકેશભાઈને દિલ્હીમાં નોકરી માટે બેસાડ્યા છે અને ફોર વ્હીલ ગાડીઓ રાકેશભાઈની સહીથી નીકળતી હોય અને તેઓ મારા મીત્ર છે અને કારોની લે-વેચના ધંધામાં સારી એવી કમાણી કરી રહ્યા છે. એવું કહીને મનીષને ધંધામાં પૈસાની જરૂરત હોવાનું યુવતીને જણાવ્યું હતું. જેથી યુવતીએ તેના પિતાના જમીનના પૈસામાંથી લખાણ આપ્યા વગર જ 25 લાખ રોકડા આપ્યા હતા અને બીજી વાર 6 લાખ લીધા હતા.
આરોપી: મનીષ રાજપૂત
આટલું જ નહી પરંતુ, કાર લે-વેચના ધંધાનું કહી પૈસા લીધા પછી ફરી બીજી વખત આરોપી દ્વારા યુવતીને સેલવાસમાં વાઈન શોપમાં ભાગીદારી કરવાના નામે 25 લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા. યુવતીએ વર્ષ 2022માં જુદા જુદા સમયે આરોપીને કુલ મળી 74 લાખ રૂપિયા આપ્યા હતા. 3 મહિના વીતી ગયા તેમ છતાં કાર આવી નહિ અને બિયર બાર અંગે પણ કોઈ વાત આગળ ન વધવાને કારણે યુવતીએ પોતાના રૂપિયા પરત માંગવાની શરૂઆત કરી હતી. પણ યુવકે પૈસા અંગે ઉડાઉ જવાબ આપ્યો હતો. આ દરમિયાન યુવતીએ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની અને દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.